બોલિવૂડ જગતમાં ગયા વર્ષથી ચાલી રહેલો છૂટાછેડા અને બ્રેકઅપનો ટ્રેન્ડ અટકવાનું નામ જ લેતો નથી. વધુ એક અભિનેતાનું લગ્નજીવન તૂટવાની કગાર પર છે. અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીના હવે છૂટાછેડા થવાના છે. નવાઝુદ્દીન અને પત્ની અંજલિ બે બાળકો દીકરી શોરા અને દીકરા વાની પણ છે.

રીલ લાઇફમાં આમિર, સલમાન અને શાહરૃખ ખાન જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે દમદાર અભિનય કરનાર નવાઝુદ્દીન સિદ્દિકીનું લગ્નજીવન ડામાડોળ થયું છે. ગયા વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં નવાઝના ભાઇ પર તેની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. તેમ જ જેઠ નવાઝુદ્દીને તેના પર હાથ ઉગામ્યો અને તેની મારપીટ કરી હોવાની ફરિયાદ પણ પોલીસને કરી હતી.

જોકે છેલ્લા કેટલાક સમયથી નવાઝની પત્ની અંજલી અને નવાઝ વચ્ચે પણ સમસ્યા છે.  હાલમાં તો  વાત એટલી વણસી ગઈ છે કે અંજલિ ઘર છોડીને જતી રહી છે અને હવે તે નવાઝ સાથે છૂટાછેડા લેવા માગે છે. અંજલિ હાલ પોતાના વતનમાં રહે છે. નવાઝ પોતાના કામોમાં વ્યસ્ત છે અને તે આ મામલે કોઇપણ જવાબ આપવા તૈયાર નથી. મીડિયાથી તે દૂર થઇ ગયો છે.