Rumour: Rhea Chakraborty may take legal action against Ankita Lokhande
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંત કેસમાં અવળી ગંગા, રિયા હવે અંકિતા લોખંડ પર આ મામલે કરશે કાયદેસર કાર્યવાહી?

સુશાંત કેસમાં અવળી ગંગા, રિયા હવે અંકિતા લોખંડ પર આ મામલે કરશે કાયદેસર કાર્યવાહી?

 | 4:11 pm IST

સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ શરૂ થયેલી ડ્રગ્સ કેસમાં તપાસમાં ફસાયેલી બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ને હાલમાં જામીન પર જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટે માત્ર અભિનેત્રી(Rhea Chakraborty)ને જામીન આપ્યા એટલું જ નહીં પણ તેના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ડ્રગ્સ રેકેટ સાથે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)નો કોઈ સંબંધ નથી. એવું એટલા માટે કહેવાયું કે રિયા(Rhea Chakraborty) વિરુદ્ધ ડ્રગના વેપારીઓનો સંપર્ક કરવાનો કોઈ પુરાવો મળ્યો નથી. રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ને ડ્રગ્સ કનેક્શનને કારણે 28 દિવસ જેલમાં રાખવામાં આવી હતી અને તે બાદ 7 ઓક્ટોબરના રોજ મુક્ત કરવામાં આવી હતી.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, રિયા(Rhea Chakraborty) જેલની બહાર આવતાની સાથે જ હવે અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અને ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે(Ankita Lokhande) સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. કારમ કે રિયા જેવી જ બહાર આવી કે તેના વકીલે કહ્યું હતું કે, જે લોકોએ રિયા(Rhea Chakraborty)ને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, હવે જલ્દી જ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુ બાદથી અંકિતા લોખંડે(Ankita Lokhande)એ રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ને સતત નિશાના પર લીધી હતી.

એક મોટા ન્યૂઝ પેપરના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty) અંકિતા લોખંડે(Ankita Lokhande) સામે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી છે. એટલું જ નહીં, અભિનેત્રી(Rhea Chakraborty) સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ મામલે નિવેદનો આપનારા અન્ય અભિનેતાઓ પર પણ કાનૂની પગલા લેવા માટે તૈયાર છે. જો કે, અભિનેત્રી અને તેના વકીલ દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નામ આપીને નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

આ વીડિયો પણ જુઓ: યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના વર્ચ્યુઅલ દર્શનનું આયોજન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન