રૂપાણીના મંત્રીમંડળમાં જાણો કઈ જ્ઞાતિના કયા નેતાને અપાયું સ્થાન? - Sandesh
  • Home
  • Gandhinagar
  • રૂપાણીના મંત્રીમંડળમાં જાણો કઈ જ્ઞાતિના કયા નેતાને અપાયું સ્થાન?

રૂપાણીના મંત્રીમંડળમાં જાણો કઈ જ્ઞાતિના કયા નેતાને અપાયું સ્થાન?

 | 3:35 pm IST

વિજય રૂપાણી અને તેમના નવા મંત્રીમંડળે આજે શપથ લીધા હતા. વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલ સહિત 9 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યમંત્રીઓએ આજે શપથ લીધા હતા. ત્યારે આ મંત્રીઓની પસંદગી પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. નવા મંત્રી મંડળમાં જ્ઞાતિ ગણિતને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. રૂપાણી સરકારમાં કુલ 6 પાટીદાર, 6 ઓબીસી, 3 ક્ષત્રિય અને બે આદિવાસી વિધાનસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે.

ગુજરાતના રાજકીય ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી જે ભૂકંપ આવ્યો છે, તેમાં મંત્રીઓની જાતિના આધારે પસંદગી કરવી મહત્ત્વનું બની ગયું હતું. આ મંત્રીમંડળમાં એક મહિલા ઉમેદવારને સ્થાન આપવામાં આવ્યું છે.

(૧) વિજય રૂપાણી, મુખ્યમંત્રી – રાજકોટ, જૈન
(૨) નીતિન પટેલ (નાયબ મુખ્યમંત્રી) – મહેસાણા, કડવા પટેલ

કેબીનેટ પ્રધાનો
(૩) ભૂપેન્દ્રસિંહ ચુડાસમા – ધોળકા, ક્ષત્રિય
(૪) કૌશિક પટેલ – નારણપુરા, કડવા પટેલ
(૫) સૌરભ પટેલ – બોટાદ, કડવા પટેલ
(૬) આર.સી. ફળદુ – જામનગર, લેઉવા પટેલ
(૭) ગણપત વસાવા – માંગરોળ (સુરત), આદિવાસી
(૮) જયેશ રાદડિયા – જેતપુર, લેઉવા પટેલ
(૯) દિલીપ ઠાકોર – ચાણસ્મા (પાટણ), ઠાકોર
(૧૦) ઈશ્વર પરમાર – બારડોલી (સુરત), દલિત

રાજ્ય કક્ષાના પ્રધાનો
(૧૦) પ્રદીપસિંહ જાડેજા – વટવા (અમદાવાદ), ક્ષત્રિય
(૧૧) પરસોત્તમ સોલંકી – ભાવનગર ગ્રામ્ય, કોળી
(૧૨) કુમાર કાનાણી – સુરત, લેઉવા પટેલ
(૧૩) વાસણભાઈ આહીર – કચ્છ, આહીર
(૧૪) વિભાવરીબેન દવે – ભાવનગર પૂર્વ, બ્રાહ્મણ
(૧૫) ઈશ્વરસિંહ પટેલ – અંકલેશ્વર, કોળી પટેલ
(૧૬) રમણભાઈ પાટકર – ઉમરગામ (વલસાડ), આદિવાસી
(૧૭) બચુભાઈ ખાબડ – દેવગઢબારીયા(દાહોદ), કોળી પટેલ,OBC
(૧૮) જયદ્રથસિંહ પરમાર – હાલોલ (પંચમહાલ), ક્ષત્રિય
(૧૯) પરબતભાઈ પટેલ – થરાદ (બનાસકાંઠા), ચૌધરી પટેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન