વિદ્યાર્થીઓ માટે મોટા સમાચારઃ સોમવારથી ધો.6થી 8ની શાળા શરૂ કરવા માટે રૂપાણી સરકારની તૈયારી

ધો.૯થી ૧૨, કોલેજ સ્તરે પહેલુ અને ત્રીજુ વર્ષ તેમજ ટયુશન ક્લાસ શરૂ થયા બાદ હવે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ધો.૬થી આઠના વર્ગોમાં પણ ફિઝિકલ શિક્ષણનો આરંભ કરવા સરકારે તમામ મોરચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સંભવતઃ ૧૫ ફેબ્રુઆરીને સોમવારથી જ ધોરણ ૬થી ૮ના વર્ગખંડો શરૂ કરવા મોડામાં મોડા રવિવાર સુધીમાં નિર્ણય લેવાય તેમ મનાઈ રહ્યુ છે.
શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓનું કહ્યુ માનીએ તો સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી ક્ષેત્રની ધોરણ ૬થી ૮ના વર્ગોમાં ઓનલાઈન શિક્ષણને બદલે ફિઝિકલ એજ્યુકેશન પૂર્વવત કરવા શિક્ષણ મંત્રીને દરખાસ્ત મોકલવામાં આવી છે. છેલ્લા બે સપ્તાહથી કેબિનેટની બેઠક મળી નથી. આગામી ૪૮ કલાકમાં જ ૧૫ ફેબ્રુઆરીને સોમવારથી કે પછી એક સપ્તાહ બાદ ૨૨ ફેબ્રુઆરીને સોમવારથી ધો.૬થી ૮ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાશે તે નક્કી છે.
કોરોના કાળમાં સંક્રમણ નિયંત્રણ સંદર્ભે SOPનો ચૂસ્ત અમલ સાથે વર્ષ ૨૦૨૧ના આરંભે ૧૧ જાન્યુઆરીથી ધો.૧૦-૧૨ તેમજ કોલેજના છેલ્લા વર્ગો માટે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયુ હતુ. ૧લી ફેબ્રુઆરીથી ધોરણ ૯થી ૧૨ શરૂ કરાયુ છે. તેના અપેક્ષા મુજબ પરિણામો મળતા સરકાર હવે ધોરણ ૬થી ૮ માટે પણ શાળાઓ ખોલવા આગળ વધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન