લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો

લીંબડી-અમદાવાદ હાઇવેથી કચ્છ જતો રૂ.૩૬ લાખના દારૂ ઝડપાયો

 | 5:30 pm IST

ગુજરાતમાં દારૃ બંધીનો કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાંથી રાજકોટ રેન્જની આર.આર.સેલની ટીમે સ્થાનીક પોલીસને ઉંઘતી રાખીને ર કરોડનો દારૃ ઝડપી પાડી જીલ્લા પોલીસની આબરૃના વટાણા વેરી નાખ્યા છે ત્યારે ગત રોજ સમી સાંજના પાણશીણા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમીયાન પંજાબ પાસીંગની ટ્રકની તલાશી લેતા ૩૬ લાખનો વિદેશી દારૃ સાથે બે પંજાબી ખેપીયાની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ પાણશીણા પોલીસ ચલાવી રહી છે.

પાણશીણા પોલીસ સ્ટેશનથી મળતી માહીતી મુજબ હાલ અમદાવાદ ખાતે ચાલી રહેલી રથાયાત્રાની તડામાર તૈયારી ના ભાગ રૃપે જીલ્લાના તમામ હાઈવે ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવમાં આવી છે ત્યારે ગત સમી સાંજના પાંચ વાગ્યાના અરસામાં પાણશીણા હાઈવે ઉપર પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી.

અમદાવાદ તરફથી પંજાબ પાસીંગના ટ્રકમાં વિદેશી દારૃ આવી રહયાની બાતમીના આધારે એલસીબીની ટીમ પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે બાતમી વાળો ટ્રક નંબર પીબી.૧૦ સીએલ.પ૩૬પ પસાર થતા તાડપત્રી હટાવીને ચેક કરતા તેમા વિદેશી દારૃની પેટીનો જંગી જથ્થા સાથે હરવિન્દરસિંગ સ્વરણસિંગ રહે. મુછલ ગામ,તા.બાબા બકાલા,અમૃતસર પંજાબ તથા પરમજીતસીંગ મોહનસીંગ જાટ રહે.મુછલ ગામ અમૃતસર,પંજાબવાળાની અટક કરી પુછપરછ કરતા આ દારૃનો જથ્થો કચ્છ ગાંધીધામ લઈ જવાતો હવાની કબુલાત કરી હતી. પાણશીપા પોલીસ સ્ટેશનના પ્રોબેશન પી.એસ.આઈ.એ બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી આરોપીના રીમાન્ડ મેળવવા પાણશીણા પી.એસ.આઈ. પી.જી.ગોહીલ વધુ તપાસ હાથ ધરી છે.

વિદેશીદારૃની નાની મોટી બોટલો નંગ ૧૮,૦૧ર કિંમત રૃ. ૩પ,૯૬,૪૦૦
મોબાઈલ નંગ ર કિંમત રૃ. ૩,પ૦૦
રોકડારૃ. ૧૬,૧પ૦
ટ્રકની કિંમતરૃ .૧પ,૦૦,૦૦૦
તાડપત્રીની કિંમત રૃ. ૧,૦૦૦
કુલ મુદ્દામાલ રૃ. પ૧,૧૭,૧પ૦

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો