rupee-breaches-72-mark-for-the-first-time-against-us-dollar
  • Home
  • Business
  • ડૉલરની સામે રૂપિયો ફરી ગગડ્યો, પ્રથમવાર 72ને પાર

ડૉલરની સામે રૂપિયો ફરી ગગડ્યો, પ્રથમવાર 72ને પાર

 | 3:02 pm IST

ડૉલરની સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. રિઝર્વ બેન્ક સહિત સરકારની ચીંતીત છે. મંગળવારે ડૉલર સામે રૂપિયો 72.67ના સ્તરે વેપાર કરી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય કરન્સીમાં સતત ઘટાડો થતા રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો છે. રૂપિયો હાલ તેની અત્યાર સુધીની સૌથી નીચી સપાટી પર છે.

ડૉલર સામે રૂપિયો પહેલીવાર 72ને પાર ચાલ્યો ગયો છે. વિદેશી વિનિમય બજારમાં શરૂઆતના વેપારમાં શરૂઆતના વેપારમાં 9 પૈસા મજબૂતાઈ સાથે ખુલી 71.66 પ્રતિ ડૉલર પર ખુલ્યો હતો પણ ભારે ગગડ્યા પછી ડૉલર 72ની નીચે જતો રહ્યો હતો. બપોર બાદ વિનિમય દર 72.12 પ્રતિ ડૉલર પર ચાલી રહ્યો છે. આ કાલના બંધ પછી 37 પૈસા ગગડ્યો હતો.

ડીલરોના અનુસાર રોકાણકારો વૈશ્વીક મુદ્રાઓ સામે ડૉલરમાં તેજીને જોતા ભારતીય વેપારમાં વિદેશી રોકાણકારો રોકાણ કરવાથી ચીંતીત છે. શરૂઆતમાં રોકાણકારો અને બેન્કો એ ડૉલરમાં વેચાણ વધાર્યુ હતુ. વૈશ્વીક બજારોમાં કાચા ઈંધણના ભાવને લઈને રૂપિયાની ધારણા સુધરી છે.

સતત ગગડતા રૂપિયાને કારણે સરકારની ટીકા થઇ રહી છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ બુધવારે રૂપિયાને ગગડવાનું કારણ વૈશ્વીક કારણોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે ભાર પુર્વક કહ્યુ કે બીજી મુદ્રાઓ સામે ભારતનો રૂપિયાની સ્થીતી સારી છે. પાઉન્ડ અને યૂરોની સરખામણીએ મજબૂત થયો છે.