rupee-has-depreciated-against-dollar-but-appreciated-too-dollar-value
  • Home
  • Business
  • રૂપિયો મજબૂત છતા ડૉલર સામે કેમ ગગડી રહ્યો છે? જાણો કારણ

રૂપિયો મજબૂત છતા ડૉલર સામે કેમ ગગડી રહ્યો છે? જાણો કારણ

 | 2:55 pm IST

ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. રૂપિયો તેના રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. અમેરિકી ડૉલર સામે આ વર્ષે 12 ટકા ગગડી 72ને પાર પહોંચ્યો છે. સરકાર આને માટે ઓઈલના ભાવોમાં વધતી કિંમતને જવાબદાર ગણાવી રહી છે.જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં રૂપિયો બીજા દેશોના ચલણની સામે ખુબ મજબુત થયો છે. આજે આપણે રૂપિયો કેમ મજબુત થાય છે કે કેમ ગગડે છે તે વીશે જાણીશું.

શું દુનિયામાં સૌથી કમજોર છે ભારતીય રૂપિયો?

ડૉલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, પણ ભારતીય રૂપિયો સૌથી કમજોર નથી. જો 5 વર્ષનો ડેટા તપાસવામાં આવે તો જાણી શકાય છે કે રૂપિયો બીજી મુદ્રાઓ સામે મજબૂત થયો છે. જો કે બીજા ચલણ કરતા ડૉલરનો પ્રભાવ વધુ છે. કેમકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ડૉલરથી જ થાય છે. આ કારણે પણ ડૉલર વધુ મજબુત થયો છે. અમેરિકાના ઘરેલુ કારણોને કારણે બીજા ચલણ કરતા ડૉલરમાં મજબુતાઈ આવી છે.

2008ના નાણાંકીય સંકટથી ઉપર આવવા અમેરિકન ફેડરલ રિઝર્વ(સેન્ટ્રલ બેન્ક) મોંઘી મૌદ્રીક નીતિ પૂર્ણ કરી છે. કરન્સીની સપ્લાઈમાં કમી અને વધતી ડિમાન્ડના કારણે ડૉલર મજબુત થયો છે. અમેરિકી કેન્દ્રીય બેન્કે વ્યાજદરોમાં વૃદ્ધી કરી અને યુરોપિયન કેન્દ્રીય બેન્કે ઘટાડો કર્યો છે. મતલબ કે ડૉલર ડિપોઝિટ પર યૂરોની સામે વધારે રિટર્ન મળશે. આ જ કારણે ડૉલરની ડિમાન્ડ વધી છે.

અમેરિકી ડૉલર દુનિયાની સૌથી મહત્વપૂર્ણ ચલણમાંનુ એક છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે તેનો ઉપયોગ વધુ થાય છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં તેની ભૂમિકાને જોતા મોટી સંખ્યામાં દેશ વિદેશી મુદ્રા ભંડારમાં ડૉલર રાખે છે, આ જ કારણે ડૉલરનો વિનિમય દર વધે છે.

2013થી 2018ના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો રૂપિયો ઓસ્ટ્રેલીયન ડૉલર, કેનેડિયન ડૉલર, મલેશિયાના રિગ્ગિત, બ્રિટિશના પાઉંડ અને યૂરો, ચીનના યૂઆનથી વધુ મજબુત છે. પણ અમેરિકી ડૉલર સિવાય સિંગાપુર ડૉલર, સ્વિસ ફ્રેન્કની સામે સામાન્ય ઘટ્યો છે. અમેરિકી ડૉલર દુનિયાના બીજા ચલણ કરતા મજબૂત થયો છે.