Foreseer of financial crisis Raghuram Rajan warns of toxic mix on trade
  • Home
  • Business
  • રૂપિયાને કમજોર થવા પર રઘુરામ રાજને મોદી સરકારને આપી ખાસ સલાહ !!!

રૂપિયાને કમજોર થવા પર રઘુરામ રાજને મોદી સરકારને આપી ખાસ સલાહ !!!

 | 9:33 pm IST

પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેન્કના ઓફ ઈન્ડિયા(RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ડોલર સામે કમજોર થઇ રહેલા રૂપિયા પર પહેલી વખત ટિપ્પણી કરી છે. તેમના અનુસાર હજી રૂપિયો એટલો નીચે નથી આવ્યો જેના કારણે ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે જ તેમને મોદી સરકારને સલાહ આપી છે કે મોદી સરકારે ચાલુ ખાતામાં થઇ રહેલા નુકસાનનું ધ્યાન રાખવું જોઇએ.

અત્રે નોંધનીય છે કે, 16 ઓગસ્ટના ડોલરની સામે રૂપિયો 70.32ના સ્તર પર પહોંચ્યો હતો. જે પછી શુક્રવારે તેની સ્થિતિમાં સુધાર આવ્યો અને 69.91 પૈસા પર પહોંચ્યો છે. રાજને કહ્યું કે, ભારત પોતાના રાજકોષીય ખાતામાં થયેલા નુકસાનને ઓછું કર્યું છે. હાલમાં ચાલુ ખાતામાં થયું નુકસાન વધુ છે, જેના માટે રાજને ક્રૂડ ઓઇલના ભાવને જવાબદાર ગણાવ્યું છે.

RBIના પૂર્વ ગવર્નરે કહ્યુંકે, રૂપિયાનું અવમૂલ્યન હજી ચિંતાજન સ્તર પર પહોંચ્યું નથી. રાજને કહ્યું કે, જેના માટેનું એક કારણ વૈશ્વિક સ્તર પર ડોલર ઘણો મજબૂત થઇ રહ્યો છે. સપ્ટેમ્બર 2016 સુધી RBIના ગવર્નર રહી ચુકેલા રઘુરામ રાજને કહ્યું કે, આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, જેની સ્થિતિમાં ભારત અને બ્રાઝિલ જેવા દેશોએ પોતાની સ્થિતિ જાળવી રાખવી મોટી ચેલેન્જ બની રહેશે.

આ ઉપરાંત હાલમાં UPA શાસન દરમિયાન કેહવાકા GDP આંકડાના વિવાદ પર રાજને કહ્યું કે, હવે આગળ જોવાની જરૂરત છે. ભારત આશરે 7.5 ટકાના દરે વધી રહ્યું છે. જેના પર કામ કરવું જરૂરી છે. જો કે મોંઘુ ક્રૂડ ઓઇલ તેના પર મોટી અસર પાડી શકે છે. આ સાથે જ તેમને બેડ લોન પર કહ્યું કે, બેન્કોના સંચાલનમાં સુધારો કરવાની જરૂર છે. જેના માટે યોગ્ય બદલાવ જરૂરી છે. આ