રૂપિયાની નરમાઇને કારણે ભારતીય કંપનીઓના પોતાના રેટિંગમાં ક્રેડિટ નકારાત્મક રહેશે : મૂડીઝ - Sandesh
  • Home
  • Business
  • રૂપિયાની નરમાઇને કારણે ભારતીય કંપનીઓના પોતાના રેટિંગમાં ક્રેડિટ નકારાત્મક રહેશે : મૂડીઝ

રૂપિયાની નરમાઇને કારણે ભારતીય કંપનીઓના પોતાના રેટિંગમાં ક્રેડિટ નકારાત્મક રહેશે : મૂડીઝ

 | 12:35 am IST

। નવી દિલ્હી ।

રૂપિયામાં ચાલુ રહેલી નરમાઇને કારણે પોતાના દ્વારા ભારતીય કંપનીઓના પોતાના રેટિંગમાં ક્રેડિટ નકારાત્મક રહેશે, એમ વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે આજે જણાવ્યું હતું.

આથી, ખાસ કરીને એ કંપનીઓને વિપરીત અસર થશે જે રૂપિયામાં આવક રળે છે પરંતુ પોતાની કામગીરી માટે અમેરિકી ડોલરમાં કરજ લે છે અને મૂડી ખર્ચ સહિત ડોલર આધારિત સવિશેષ ખર્ચ ધરાવે છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ગુરૂવારે રૂ.૭૨.૧૦ની નવી નીચલી સપાટીએ પહોંચ્યો હતો અને ૨૦૧૮ના શરૂઆતથી અત્યાર સુધીમાં રૂપિયો ૧૮ ટકા કમજોર થયો છે, એમ મૂડીઝના વાઇસ પ્રેસિડેન્ટ અને સિનિયર ક્રેડિટ ઓફિસર અનાલિસા ડીચીઆરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

મૂડીઝની આકારણી ૨૪ ભારતીય કંપનીની સમીક્ષા ઉપર આધારિત છે અને તેઓમાં આઇટી, ઓઇલ અને ગેસ, કેમિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કોમોડિટીઝ, સ્ટીલ અને રિઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ સેક્ટર્સનો સમાવેશ થાય છે. તદુપરાંત રૂપિયામાં નરમાઇની અસર વ્યાપક બની રહેશે અને કોઇ એક ચોક્કસ કંપનીનો નિકાસ ઉપર મદાર, તેના ખર્ચનો આધાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેને મળનારા ભાવ જેવા પ્રશ્નો ઉપર પણ તેનું અવલંબન રહેશે, એમ મૂડીઝે જણાવ્યું હતું.

મૂડીઝે ભારતની ૨૪ કંપનીઓને રેટિંગ આપ્યું હતું અને તે પૈકી ૧૨ કંપનીઓએ પોતાની મોટાભાગની આવક અમેરિકી ડોલરમાં કરી હતી અથવા તો તેમણે અમેરિકી ડોલરમાં કોન્ટ્રાક્ટ કર્યો હતો. આથી એક કુદરતી હેજ પૂરં પાડવામાં આવ્યું છે. રૂપિયામાં નરમાઇથી આ મર્યાદાની અસર તેમના રોકડ પ્રવાહ ઉપર થઇ શકે.

આઇટી સહિતની આ કંપનીઓમાં મૂડીનો આધાર પણ મુખ્યત્વે રૂપિયાના વર્ચસ્વ ઉપર છે. આથી ચલણમાં ભાવફરકમાંથી તેમને રોકડ પ્રવાહમાં થોડો લાભ થઇ શકે. આમછતાં વધતી જતી સ્પર્ધા, ભાવનું દબાણ અને રોજગારીના વધતા ખર્ચ સહિત નબળા દ્યોગિક ફંડામેન્ટલ એકંદરે થનારા લાભને હાનિ પહોંચાડશે. ઓઇલ અને ગેસ ક્ષેત્રની સાત રેટેડ કંપનીઓ પણ કુદરતી હેજની કેટેગરીમાં આવે છે. વિદેશી ચલણમાં કરજ ઉપર તેમનો મદાર હોવા છતાં ક્રૂડ તેલ. નેચરલ ગેસ, પેટ્રોલિયમ પેદાશો અને પેટ્રોકેમિકલ્સને કારણે તેમની આવક અમેરિકી ડોલર સાથે સંકળાયેલી છે. આ તમામ પ્રોડક્ટ્સ ભારતમાં અમેરિકી ડોલર સંલગ્ન ભાવે વેચવામાં આવે છે. આ બાબત તેમના અમેરિકી ડોલરના કરજને કુદરતી હેજ પૂરં પાડે છે, એમ મૂડીઝે વધુમાં જણાવ્યું હતું.