ઓછા સમયમાં રૂપિયા ડબલ કરવા હોય તો આ સ્કીમમાં કરો રોકાણ - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઓછા સમયમાં રૂપિયા ડબલ કરવા હોય તો આ સ્કીમમાં કરો રોકાણ

ઓછા સમયમાં રૂપિયા ડબલ કરવા હોય તો આ સ્કીમમાં કરો રોકાણ

 | 5:40 pm IST

પોતાના પૈસાને લઇ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તે ખુબ જ જલ્દી ડબલ થઇ જાય. આ માટે લોકો અલગ-અલગ પ્રકારનું પ્લાનિંગ કરે છે અને અલગ-અલગ સ્મીમમાં પૈસાનું રોકાણ કરે છે. પરંતુ કોઇને ખ્લાય નથી હોતો કે, રૂપિયા ક્યાં અને ક્યારે ડબલ થશે. સૌથી તેજ મ્યુચુઅલ ફંડમાં પૈસા ડબલ થાય છે, પરંતુ લોકને અહિંયા રોકાણ કરવામાં વિશ્વાસ નથી. તેઓ શેર માર્કેટના રિસ્કથી દૂર રહેવા માંગે છે. આવામાં તેમની પાસે બેંક અને પોસ્ટ ઓફીસમાં રોકાણ કરવાનો જ વિકલ્પ રહે છે. છતા લોકોને એ જાણકારી નથી હોતી રૂપિયા પોસ્ટ ઓફિસમાં જલ્દી ડબલ થશે કે બેંકમાં. અમે તમને જણાવી દઇએ કે, બેંકની તુલનાએ પોસ્ટ ઓફિસમાં રૂપિયા જલ્દી ડબલ થાય છે. અહિંયા બે વર્ષનો ઓછો સમય થાય છે.

બેંકમાં FDમા પૈસા 12 વર્ષે થા છે ડબલ
બેંકમાં FD કરાવા પર લોકોના રૂપિયા 12 વર્ષમાં ડબલ થઇ શકે છે. SBI હાલમાં 5 થી 10 વર્ષની FD પર 6 ટકા વ્યાજ આપે છે. આ વ્યાજદરથી રોકાણ કરવામા આવેલા 1 લાખ રૂપિયા 12 વર્ષમાં 2 લાખ રૂપિયાથી થોડા વધારે થઇ જશે.

પોસ્ટ ઓફિસમાં 10 વર્ષમાં ડબલ થશે રૂપિયા
બેંકની તુલનામાં પોસ્ટ ઓફિસમા રૂપિયા 2 વર્ષ પહેલા ડબલ થશે. પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઇમ મેગેઝીનમાં હાલમાં 7.6 વ્યાજદર છે. ટાઇમ ડિપોઝિટ એક વખતમાં વધારેમાં વધારે 5 વર્ષ માટે કરાવી શકાય છે. આવામાં એકવારમાં જમા રકમ સાથે વ્યાજ સાથે જે રૂપિયા મળે તેને ફરી વખત જો જમા કરવામાં આવે તો 10 વર્ષમાં પોસ્ટઓફિસમાં રોકાણ ડબલથી પણ વધુ થઇ જશે.

પોસ્ટ ઓફિસમાં ખેડૂત વિકાસ પત્રમાં પૈસા 115 મહિના (9 વર્ષ 7 મહિનામાં ડબલ) મા પૈયા ડબલ થઇ જશે. પોસ્ટ ઓફિસ 1000, 5000, 10,000 અને 50,000 રૂપિયાના KVP જાહેર કરે છે. જેમા વધારેમાં વધારે રકમની કોઇ સીમા નથી. જરૂરીયાત અનુસાર અઢિ વર્ષ બાદ રોકાણ કરેલ રકમને ઉપાડી પણ શકાય છે.