અમેરિકાના નવા અબજોપતિ છે મૂળ ભારતીય, 10 વર્ષમાં જ કર્યો ચમત્કાર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • અમેરિકાના નવા અબજોપતિ છે મૂળ ભારતીય, 10 વર્ષમાં જ કર્યો ચમત્કાર

અમેરિકાના નવા અબજોપતિ છે મૂળ ભારતીય, 10 વર્ષમાં જ કર્યો ચમત્કાર

 | 4:01 pm IST

અમેરિકાના શિકાગોમાં રહેતાં ઋષિ શાહે 10 અગાઉ કોલેજ અભ્યાસ પડતો મૂક્યો હતો અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં નવા અબજોપતિ તરીકે નામના મેળવી ચૂકયા છે.

ઋષિ શાહે 2006માં હેલ્થ કેર ટેક કંપની આઉટકમ હેલ્થની સ્થાપના કરી હતી. તે સમયે 20 કરોડ ડોલર (રૂ. 3,856 કરોડ)નો ખર્ચે ઋષિએ આ કંપનીની સ્થાપના કરી હતી. આજે કંપનીનું મૂલ્ય 5.6 અબજ ડોલર (રૂ. 35,990 કરોડ)એ પહોંચી ગયું છે. ઋષિ શાહના પાર્ટનર શ્રદ્ધા અગ્રવાલ પણ ટૂંક સમયમાં અબજોપતિની યાદીમાં સ્થાન મેળવવાની તૈયારીમાં છે.

ઋષિના પિતા ડોકટર છે અને ભારતથી અમેરિકા આવી વસવાટ કર્યો હતો. ઋષિએ શિકાગોના પરાવિસ્તાર ઓફ બ્રુકમાં અભ્યાસ કર્યો છે. ઋષિએ મીડિયાને જણાવ્યું હતું કે તેમની બહેનને ટાઈપ-એ ડાયાબિટિસ છે. ઈન્સ્યુલીન પંપથી જ તેમનું બલ્ડ સુગર કન્ટ્રોલમાં રહે છે. કંપનીને લીધે તેમની બહેનને પણ લાભ થયો છે.

મેડિકલ કન્ટેન્ટ પૂરા પાડતી ઋષિની કંપનીએ ગયા અઠવાડિયે જ એક અબજ ડોલર (રૂ. 64.26 અબજ)ની 200 કંપનીઓની યાદીમાં 30મું સ્થાન મેળવ્યું છે. અગાઉ ઋષિ અને શ્રદ્ધાએ 2006માં નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતીં વખતે કોન્ટેક્ટમીડિયા નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપની કોઈ પણ પ્રકારના બાહ્ય રોકાણ વિના જ ડોકટરો અને હોસ્પિટલોને વીડિયો મોનિટર સર્વિસીસનું વેચાણ કરતી હતી.

ત્યારપછીના દાયકામાં કંપનીના કામકાજમાં વધારો થતો ગયો તેની સાથે મોટા રોકાણકારો પર આકર્ષિત થવા લાગ્યા હતાં. જોકે ઋષિ અને શ્રદ્ધાએ માલિકી હક પોતાની પાસે જ રાખવા આ ઓફરોનો ફગાવી હતી. બંને જણાએ જાન્યુઆરીમાં કંપનીનું નામ બદલી આઉટકમ હેલ્થ કર્યું હતું.