Russia and Australia Support India Again for UNSC Permanent Seat
  • Home
  • Featured
  • PM મોદીની યાત્રાઓએ રંગ રાખ્યો, રશિયા-ઓસ્ટ્રેલિયાએ ચીનને ઝાટકો આપી કર્યું ભારતનું સમર્થન

PM મોદીની યાત્રાઓએ રંગ રાખ્યો, રશિયા-ઓસ્ટ્રેલિયાએ ચીનને ઝાટકો આપી કર્યું ભારતનું સમર્થન

 | 6:49 pm IST

ચીન સાથે સરહદી વિવાદને લઈને ઉભા થયેલ તણાવ વચ્ચે રશિયાએ ફરી એકવાર છડેચોક ભારતનું સમર્થન કર્યું છે. રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સ્થાયી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું છે. રશિયાએ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ ભારતનું સમર્થન કર્યું હતું.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે સમર્થન કર્યું હતું. આ અગાઉ પણ રશિયા ભારતનું ખુલ્લેઆમ સમર્થન કરી ચુક્યું છે. રશિયાના વિદેશ મંત્રીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદે ભયંકર તણાવ છે.

ભારત એક મજબુત દાવેદાર : લાવરોવ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે, આજે અમે સંયુક્ત રાષ્ટ્રના સંભવિત સુધારાઓની વાત કરી અને ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બનવા માટે એક મજબુત ઉમેદવાર છે. અમે ભારતની ઉમેદવારીનું સમર્થન કરીએ છીએ. અમારૂ માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનું પૂર્ણ સભ્ય બની શકે છે.

ઓસ્ટ્રેલિયાએ પણ કર્યું ભારતનું સમર્થન

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સ્થાયી સભ્યપદની દાવેદારીનું ઓસ્ટ્રેલિયાએ ગત સપ્તાહે જ સમર્થન કર્યું  હતું. ઓસ્ટ્રેલિયાના હાઈકમિશનર બૈરી ઓ ફૈરેલે કહ્યું હતું કે, અમે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદની દાવેદારીનું લાંબા સમયથી સમર્થન કરી રહ્યાં છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે WHOની કાર્યકારી પરિષદના અધ્યક્ષ રૂપે પણ ભારતની સ્થિતિને મહત્વની અને સકારાત્મક રૂપમાં જોઈએ છીએ. જોકે અમારી પણ એક સરખી જ ચિંતાઓ છે.

ભારત હજી પણ અસ્થાયી સભ્ય જ

ભારત ગત સપ્તાહે જ UNSCમાં 8મી વાર અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યું હતું. આ માટે યોજાયેલા મતદાનમાં 192માંથી ભારતના સમર્થનમાં ઐતિહાસિક 184 મત પડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન