Russia and china will help India's space expeditionRussia and china
  • Home
  • Technology
  • ભારતના અવકાશીય અભિયાનમાં મદદ કરશે રૂસ, ફ્રાન્સ, અંતરિક્ષયાત્રીઓને આપશે ટ્રેનિંગ

ભારતના અવકાશીય અભિયાનમાં મદદ કરશે રૂસ, ફ્રાન્સ, અંતરિક્ષયાત્રીઓને આપશે ટ્રેનિંગ

 | 5:14 pm IST

અંતરિક્ષ ક્ષેત્રમાં દિવસેને દિવસે નવી ઉંચાઈઓ ચૂંબી રહેલુ ભારત વર્ષ 2022માં સ્વદેશી ટેકનિકથી ભારતીયને અંતરિક્ષમાં મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે. 2022માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) પોતાના અવકાશી અભિયાન હેઠળ ભારતીય અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલશે. ભારતના આ મહત્વકાંક્ષી અભિયાનમાં રૂસ અને ફ્રાન્સ પણ મદદ કરશે.

રૂસની અંતરિક્ષ એજન્સી રોસકોસ્મોસ ભારતના કુલ 4 અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષ અભિયાન માટે ટ્રેનિંગ આપશે. આ 4માંથી 3 અંતરિક્ષયાત્રીઓને ગગનયાન અભિયાન હેઠળ ચંદ્ર પર મોકલવામાં આવશે. તેની સાથે ફ્રાન્સ પણ ભારતને ગગનયાન અભિયાન માટે મદદ કરશે. ફ્રાન્સની તરફથી ભારતીય અંતરિક્ષયાત્રીઓના સ્વાસ્થ્ય સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે. આ ટ્રેનિંગ ભારત અને ફ્રાન્સમાં થશે.

રૂસ અંતરિક્ષ એજન્સી રોસકોસ્મોસની સહાયક એજન્સી ગ્લૈવકોસ્મોસે તેની માટે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોની સાથે અનુબંધ સાઈન કર્યું છે. તેની હેઠળ ભારતીય અંતરિક્ષયાત્રિઓને યૂરી ગાગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર પર ટ્રેનિંગ આપવામાં આવશે. રૂસ અને ભારત વચ્ચે આ સહયોગ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકા અજિત ડોભાલની રૂસની યાત્રા બાદ સામે આવ્યું છે. એનએસએ અજિત ડોભાલે ગત દિવસોમાં મોસ્કોમાં રોસ્કોસ્મોસના ડાયરેક્ટર જનરલ દમિત્રી રોગોજિન સાથે મુલાકાત લીધી હતી.

રોસકોસ્મોસની તરફથી જાહેર પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર ગગનયાન હેઠળ અંતરિક્ષમાં જનારા રોકેટનો એયરાડાયનમિક્સ ટેસ્ટ, પાયલટ વ્હિકલ ઓર ક્રુ રેસ્ક્યૂ સિસ્ટમ પર ભારતની સાથે વાતચિત થઈ છે. ઓગષ્ટ 2019ના અંત સુધી આ અનુબંધના પૂરા થવાનું અનુમાન છે. આ અનુબંધ હેઠળ રૂસની તરફથી ગગનયાન અભિયાનમાં અંતરિક્ષયાનની બારીઓ, ક્રુની સીટો અને સ્પેસસૂટ પણ ભારતને આપશે

જણાવી દઈએ કે પીએમ મોદીએ 15 ઓગષ્ટ, 2018એ 10 હજાર કરોડ રૂપિયાની અનુમાનિત રોકાણવાળા ભારતને મહત્વકાંક્ષી અંતરિક્ષ અભિયાન ગગનયાનની ઘોષણા કરી હતી. તેની હેઠળ 3 ભારતીઓને સ્વદેશી ટેકનિક થકી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. આ અભિયાન 7 દિવસ સુધીનું હશે. આ અભિયાનની સફળતા બાદ ભારત રૂસ, ચીન અને અમેરિકા બાદ અંતરિક્ષમાં માણસને મોકલનારો ચોથો દેશ થઈ જશે. જણાવી દઈએ કે ભારતે 22 જુલાઈ, 2019એ ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું છે. તેના હેઠળ ઈસરો 7 સપ્ટેમ્બરે ચંદ્રની તે જગ્યાએ શોધ માટે ઉતરશે જ્યાં હજુ સુધી કોઈ પણ દેશ ઉતરી નથી શક્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન