એનએસજીમાં ભારતના સભ્યપદને પાક. સાથે સાંકળી શકાય નહીઃ રશિયા - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • એનએસજીમાં ભારતના સભ્યપદને પાક. સાથે સાંકળી શકાય નહીઃ રશિયા

એનએસજીમાં ભારતના સભ્યપદને પાક. સાથે સાંકળી શકાય નહીઃ રશિયા

 | 12:28 pm IST

 

રશિયાએ જણાવ્યું છે કે ન્યૂક્લિયર સપ્લાય ગ્રુપ (એનએસજી)માં સભ્યપદ અંગે ભારતના દાવાને પાકિસ્તાન સાથે સાંકળી શકાય નહીં. આ મુદ્દે રશિયાએ  ચીન સાથે વિવિધ સ્તરે ચર્ચા પણ હાથ ધરી છે. ચીન એનએસજીમાં ભારતની સામેલગીરીનો સતત વિરોધ કરે છે. ચીન મેરિટના આધારે કોઈ પણ દેશને સભ્યપદ આપવાને બદલે એક કસોટી નિર્ધારિત કરવાની તરફેણમાં છે. એનએસજીમાં હાલમાં 48 સભ્યદેશો છે. આંતરરાષ્ટ્રીય સ્તરના પરમાણુ વેપારને એનએસજી નિયંત્રિત કરે છે.

ચીન આ મુદ્દે ભારતનો વિરોધ કરે છે, પરંતુ ભારત તેના વિરોધને પાકિસ્તાનની તરફેણ તરીકે નીહાળે છે. વિદેશ સચિવ એસ. જયશંકર બુધવારે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ રયાબકોવને મળ્યા હતાં. આ મુલાકાત પછી એનએસજીમાં ભારતના સભ્યપદના મુદ્દે ફરી ચર્ચા છેડાઈ છે. જયશંકર સાથેની વાતચીત પછી રયાબકોવે જણાવ્યું હતું કે એનએસજીના સભ્યપદ માટે પાકિસ્તાનની અરજી અંગે સર્વાનુમતી સધાઈ નથી અને ભારતના દાવાને તેની સાથે સાંકળી લઈ શકાય નહીં.