Russia Has Started To Test 'Robocop'
  • Home
  • World
  • અમેરિકાની સ્પેસ ફોર્સને રશિયાનો જવાબ, બનાવ્યો ખાસ પ્રકારનો ‘આયરન મેન’

અમેરિકાની સ્પેસ ફોર્સને રશિયાનો જવાબ, બનાવ્યો ખાસ પ્રકારનો ‘આયરન મેન’

 | 4:35 pm IST

વિશ્વની બે મહાશક્તિઓ એવી રશિયા અને અમેરિકા શીતયુદ્ધ કાળમાંથી જાણે બહાર આવવાનું નામ જ નથી લઈ રહ્યાં. ભવિષ્યના યુદ્ધ માટે એક તરફ અમેરિકાએ સ્પેસ ફોર્સ બનાવી રહ્યું છે, તો તેના વળતા જવાબરૂપે રશિયા ‘રોબોકૉપ’ આર્મીની દિશામાં આગળ વધી રહ્યું છે.

રશિયાના રોબોકોપ એક્સો-સ્ટેલિટન કવચનું ટેસ્ટિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તાજેતરમાં પ્રદર્શીત કરવામાં આવેલા પોતાના આ સુપર સ્કેલિટનને લઈને રશિયાએ દાવો કર્યો છે કે, આ બખ્તતબંધ જેકેટને મહેરનારા કમાંડોની તકાતા સામાન્ય સૈનિકો કરતા અનેક ગણી વધી જશે.

એક હાથથી ચલાવી શકશે મશીન ગન

એક અહેવાલ પ્રમાણે પ્રથમ નજરે જોતા રશિયાનો આ સૂટ તદ્દન હોલિવૂડની ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ માં દેખાડેલા સૈનિકો જેવો જ લાગે છે. આ પ્રોટોટાઈલ મિલિટરી એક્સો-સ્ટેલિટન મામલે રશિયાનું કહેવું છે કે, આનાથી જમીન પર ચાલનારા સૈનિકો એક જ હાથે મશીન ગન ચલાવી શકશે અને તેમનું નિશાન પણ કોમ્પ્યુટરની માકફ એકદમ ચોક્કસ જ હશે.

ભવિષ્યનો સોલ્જસ સૂટ

આ સૂટ પહેરીને જવાન ભારે વજન પણ ઉઠાવી શકે છે અને સામાન્ય કરતા અનેક ઘણું વધારે ઝડપે દોડી પણ શકે છે. મિલિટરી ફર્મ TsNiiTochMashએ રત્નીક-3 ‘ભવિષ્યનો સોલ્જર’ સૂટ તૈયાર કર્યો છે, જેને તાજેતરમાં જ મોસ્કોમાં આર્મી 2018 ઈન્ટરનેશનલ મિલિટરી એંડ ટેક્નિકલ ફોરમમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ગોળી અને છરાઓની પણ કોઈ જ અસર નહીં થાય

ટાઈટેનિયમ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી આ ડિઝાઈન કંઈક એવી રીતે બનાવવામાં આવી છે કે, જેને પહેરનારની શક્તિ અને સ્ટેમિના વધી જાય છે. ખાસ વાત એ છે કે, તેને પહેરનાર કમાંડૉ પર કોઈ પ્રકારની ગોળી કે બોમ્બના છરાની કોઈ જ અસર થતી નથી. રશિયાની કંપનીનો દાવો છે કે, 2005 સુધી યુદ્ધના મેદાન માટે આ સૂટ તૈયાર થઈ જશે. હાલ બેટરીને લઈને કેટલીક સમસ્યાઓ આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન