Russia may approve world’s first COVID-19 vaccine for public use by 10th August: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાની મહામારી વચ્ચે દુનિયા માટે આશાનું નવું કિરણ, માત્ર 12 જ દિવસમાં આવી જશે રસી

કોરોનાની મહામારી વચ્ચે દુનિયા માટે આશાનું નવું કિરણ, માત્ર 12 જ દિવસમાં આવી જશે રસી

 | 6:54 pm IST
  • Share

કોરોના વાયરસની વેક્સીન વિકસીત કરવાની દિશામાં દુનિયાભરના દેશો ભારે મહેનત કરી રહ્યાં છે. હાલ કોરોનાની કોઈ જ રસી કે દવા ના હોવાથી તેનું સંક્રમણ અટકાવવુ મુશ્કેલ બની રહ્યું છે. દુનિયાભરમાંથી લાખો લોકો મોતને ભેટી ચુક્યા છે. પરંતુ રશિયાએ એક મહત્વની જાહેરાત કરી છે.

રશિયાએ જાહેરાત કરી છે કે, તે કોરોના વાયરસની પ્રથમ રસીને મંજૂરી આપી શકે છે. રશિયા આવતા બે અઠવાડિયામાં કોરોના વાયરસની રસી બજારમાં મુકી દેશે. રશિયન અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, તેઓ રસીને મંજૂરી આપવા 10 ઓગસ્ટ અથવા તે પહેલાંની તારીખે કામ કરી રહ્યા છીએ.

મોસ્કોની સંસ્થામાં તૈયાર થઈ રહી છે રસી

આ રસી મોસ્કોની ગામાલેયા સંસ્થામાં બનાવવામાં આવી છે. ગામાલેયા સંસ્થાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે, તેઓ આ રસી 10 ઓગસ્ટ સુધીમાં સામાન્ય લોકોના ઉપયોગ માટે મંજૂરી અપાવી શકે છે. પરંતુ તે પહેલા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. રશિયાના સોવરન વેલ્થ ફંડના પ્રમુખ કિરિલ મિત્રિવે કહ્યું હતું કે, આ ઐતિહાસિક તક છે. જેમ કે આપણે અવકાશમાં પ્રથમ ઉપગ્રહ સ્પુતનિક છોડ્યો હતો. આ જ તક છે. અમેરિકાના લોકો સ્પુતનિક વિશે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા,  હવે કોરોનાની રસી લોન્ચ થતા તેઓ ફરી ચોંકી ઉઠશે.

જોકે તમામ ડેટા અકબંધ રાખ્યા

રશિયાએ હજી સુધી રસીના ટ્રાયલ અંગે કોઈ ડેટા જાહેર કર્યો નથી. જેથી રસીની અસરકારકતા વિશે ટિપ્પણી કરી શકાતી નથી. કેટલાક લોકો ટીકા પણ કરી રહ્યા છે કે રસીને જલ્દીથી બજારમાં લાવવા માટે રાજકીય દબાણ છે. આ સિવાય રસીના અધૂરા માનવ અજમાયશ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. વિશ્વભરમાં ડઝનેક રસીનું ટ્રાયલ ચાલી રહ્યુ છે. કેટલાક દેશોમાં, રસી ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે, રશિયન રસીએ હજી તેના બીજા તબક્કાને પૂર્ણ કરવાનું બાકી છે. રસીના ડેવલપરે 3 ઓગસ્ટ સુધીમાં આ તબક્કો પૂર્ણ કરવાની યોજના બનાવી છે. આ પછી, ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે. રશિયન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રસી ઝડપથી તૈયાર કરવામાં આવી હતી, કારણ કે તે પહેલાથી જ આવા અન્ય રોગો સામે લડવામાં સક્ષમ છે. આવી જ વિચારસરણી બીજા ઘણા દેશો અને કંપનીઓની છે.

રશિયન સૈનિકોએ લીધી રસી

રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે, રશિયન સૈનિકોએ હ્યુમન ટ્રાયલ એટલેકે માનવ પરિક્ષણમાં સ્વયંસેવકો તરીકે કામ કર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટના ડિરેક્ટર એલેક્ઝાંડર જીન્સબર્ગે આ રસી જાતે લીધી હતી. અધિકારીઓ કહે છે કે વૈશ્વિક રોગચાળો અને રશિયામાં વધી રહેલા કોરોનો સંકટને લીધે, દવાને મંજૂરી આપવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 82 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન