Russia Severe Cold Threat Of Life Know What Challenges Indian Astronauts Are Facing For The Country
  • Home
  • Featured
  • તિરંગાની આન, બાન અને શાન માટે ઝઝુમતા ભારતીય આકાશયાત્રીઓ, 5 વર્ષની ટ્રેનિંગ માત્ર 1 વર્ષમાં

તિરંગાની આન, બાન અને શાન માટે ઝઝુમતા ભારતીય આકાશયાત્રીઓ, 5 વર્ષની ટ્રેનિંગ માત્ર 1 વર્ષમાં

 | 4:55 pm IST

ભારતીય વાયુસેનાના 4 જાંબાજ પાયલટ દેશની પ્રતિષ્ઠા સાથે જોડાયેલા મહાત્વાકાંક્ષી સમાનવ અવકાશ મિશન ‘ગગનયાન’ને સફળતાપૂર્વક અંજામ આપવા માટે રશિયામાં અત્યંત આકરી ટ્રેનિંગ લઈ રહ્યાં છે. રશિયાના ગૈગરીન રિસર્ચ એંડ ટેસ્ટ કોસ્મોનૉટ ટ્રેનિંગ સેંટરમાં ટ્રેનિંગ લઈ રહેલા ભારતીય અવકાશયાત્રીઓએ ટ્રેનિંગ દરમિયાન જીવ ગુમાવવાનું જોખમ પણ ખેડવુ પડી રહ્યું છે. આ જાંબાજ પાયલટ ભારતથી ચાર હજાર કિલોમીટર દૂર આકરી મુશ્કેલીઓનો સામનો કરી રહયાં છે.

5 વર્ષ ચાલનારો કોર્સ માત્ર એક જ વર્ષમાં

રશિયન ટીવી ચેનલ રશિયા ટુટેના અહેવાલ પ્રમાણે ભારતીય અવકાશયાત્રીઓની ટ્રેનિંગ એકદમ ગોપનીય રીતે ગૈગરીન રિસર્ચ એંડ ટેસ્ટ કોસ્મોનૉટ ટ્રેનિંગ સેંટરમાં ચાલી રહી છે. અહેવાલ પ્રમાણે રશિયાના અવકાશયાત્રીઓને આ પ્રકારની ટ્રેનિંગમાં સામાન્ય રીતે 5 વર્ષ લાગે છે પણ ભારતીય અવકાશયાત્રીઓ માટે એક સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે જેના દ્વારા ભારતીય યાત્રીઓને 12 મહિનામાં જ અવકાશયાત્રીની ટ્રેનિંગને લાયક ટ્રેનિંગ આપવામાં આવશે.

ભારતની જરૂર પ્રમાણે ટ્રેનિંગ

મોસ્કોની બહાર આવેલા સ્ટાર સિટીમાં અવકાશાત્રીઓ અને ત્યાં ટ્રેનિંગ લઈ રહેલા લોકો પહેલીવાર અવકાશમાં જતા પહેલા મહાન અવકાશયત્રી યૂરી ગૈગારિનની પ્રતિમા નીચે ટ્રેનિંગ લઈ રહ્યાં છે. ટ્રેનિંગ સેંટરના પ્રમુખ પાવેલ વ્લેસોવે કહ્યું હતું કે, આ ટ્રેનિંગ કાર્યક્રમ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમને ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતીય અધિકારીઓ સાથે સમન્વય સાધીને બનાવવામાં આવ્યો છે.

રશિયન ભાષા સીખી રહ્યાં છે ભારતીય અવકાશયાત્રીઓ

આખો કાર્યક્રમ રશિયન ભાષામાં તૈયાર કરવામાં આવ્યો છે, માટે અંગ્રેજી બોલનારા ભારતીય અવકાશયાત્રીઓએ રશિયન ભાષા શિખવી પડી રહી છે. વ્લેસોવે કહ્યું હતું કે, સોયૂઝ અવકાશયાનની અંદર તમામ દસ્તાવેજો અને નિર્દેશ રશિયન ભાષામાં છે. રશિયાના ટ્રેનર ભારતીય અવકાશયાત્રીઓને રશિયન ભાષા સિખવવા માટે ભારે મહેનત કરી રહ્યાં છે જેથી કરીને 12 મહિનાના નિર્ધારીત સમયમાં ટ્રેનિંગ પ્રોગ્રામ પુરો કરી શકાય. રશિયાના નિયમ પ્રમાણે ટ્રેનિંગ રશિયન ભાષામાં જ આપવામાં આવે છે. માટે ભારતીય અવકાશયાત્રીઓએ રશિયન શિખવી પડી રહી છે.

ભિષણ ઠંડીમાં પણ જંગલમાં એકલા રહી રહ્યાં છે ભારતીય અવકાશયાત્રીઓ

આ ટ્રેનિંગ દરમિયાન ભારતીય અવકાશયાત્રીઓને જીવતા રહેવા માટેની નવી નવી રીતભાતો શિખવવામાં આવે છે. જેને અંતર્ગત તેમણે શિખવવામાં આવે છે કે, જ્યારે અવકાશમાંથી પાછા ફરતી વખતે કોઈ ગડબડ ઉભી થાય તો શું કરવામાં આવે. હાલ ભારતીય અવકાશયાત્રીઓ મોસ્કોના જંગલ અને કાદવ કિચડ વચ્ચે પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. હાલ તો તેઓ ખુંખાર જંગલી જાનવરો વચ્ચે એકલા અટુલા છે. પહેલા તેમને ક્લાસરૂમમાં ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાર બાદ તેમને 3 દિવસ અને 2 રાત્રી જીવતા રહેવાની વાસ્તવીક ટ્રેનિંગ આપવામાં આવે છે. આ દરમિયાન ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ કરશે. ભારતીય અવકાશયાત્રીઓને મોસ્કોની ગાત્રો થિજવી નાખતી ઠંડ અને બરફથી છવાયેલા જંગલો વચ્ચે પોતાને જીવતા રાખવા એક પડકારરૂપ સાબિત થઈ રહ્યું છે. આ ટ્રેનિંગ બાદ અવકાશયાત્રીઓને એક સપ્તાહની રજા આપવામાં આવશે જેથી કરીને તેઓ ફરીથી સ્વસ્થ્ય થઈ શકે છે.

ભારતીય અવકાશયાત્રીઓ માટે રશિયન ભોજન બન્યું પડકાર

ભારતીય અવકાશયાત્રીઓ માટે રશિયન ભાષાની સાથો સાથ ત્યાંનું ભોજન પણ પડકારજનક બન્યું છે. રશિયન ભોજન ભારતીય ખાણીપીણી કરતા એકદમ અલગ જ છે. ભારતીય અવકાશયાત્રીઓ આ સંકટનું સમાધાન કરવા માટે ટ્રેનિંગ સેંટરના કૂક ભારતીય અવકાશયાત્રીઓ માટે તેમના ભાવતા ભોજન બનાવી આપે છે. શાકાહારી ભોજન પણ અતિથિઓને બનાવી આપવામાં આવે છે. ભારતીય યાત્રીઓની ધાર્મિક ભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમના ભોજનમાંથી બિફ એટલે કે ગાયના માસની વાનગીઓને હટાવી લેવામાં આવી છે.

સમુદ્રમાં પણ રહી શકશે ભારતીય જાંબાજ

બરફ આચ્છાદીત જંગલોમાંથી બહાર આવ્યા બાદ ભારતીય અવકાશયાત્રીઓને પહાડો અને સમુદ્રની અંદર પણ સમય પસાર કરવાનો રહેશે. આ યાત્રીઓને ગરમીની સીઝનમાં સોચી લઈ જવામાં આવશે. ત્યાર બાદ તેમને સમુદ્રમાં પણ રાખવામાં આવશે. ટ્રેનિંગ સેંટરના પ્રમુખ વ્લસોવે કહ્યું હતું કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભારતીય વાયુસેનાના પાયલટ આ અવકાશયાત્રીઓને આ પડકારો સામે ઝઝુમતા આગળ વધશે અને સફળતા પણ મેળવશે. તેમણે કહ્યું હતું કે, પાયલટ હોવાના કારણે આ અવકાશયાત્રીઓને ટ્રેનિંગ આપવી ઘણી સરળ છે.

ગગનયાન માટે 10,000 કરોડનો ખર્ચ

કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. આ રકમ અંતર્ગત ત્રણ ક્રુ ઓછામાં ઓછા 7 દિવસ માટે અવકાશની યાત્રા કરશે. અવકાશમાં માનવ મિશન હાથ ધરનારો ભારત દુનિયાનો ચોથો દેશ્હ બનશે. વડાપ્રધાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેની જાહેરાત કરી હતી જે પડકારને ઈસરોના ચીફ કે સિવને ઝડપી લીધો હતો અને તેને પુરો કરી બતાવવા યુદ્ધના ધોરણે મિશન હાથ ધરાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન