Russia To Hold World Historys Biggest Military Drill
  • Home
  • Featured
  • રશિયામાં યોજાશે ઇતિહાસની સૌથી મોટી મિલિટરી ડ્રિલ, આટલા લાખ સૈનિકો લેશે ભાગ

રશિયામાં યોજાશે ઇતિહાસની સૌથી મોટી મિલિટરી ડ્રિલ, આટલા લાખ સૈનિકો લેશે ભાગ

 | 10:21 am IST

મંગળવારે રશિયા પોતાના ઇતિહાસની સૌથી મોટી મિલિટરી ડ્રિલ ‘Vostok-2018’ લોન્ચ કરવા જઈ રહ્યો છે, જેમાં ત્રણ લાખ સૈનિક સામેલ થશે. આ ડ્રિલમાં ચીનનાં સૈનિકો પણ ભાગ લેશે. રશિયાએ આ ડ્રિલની તુલના USSRના 1981ના વોરગેમ સાથે કરી છે, જેમાં એક લાખથી દોઢ લાખ સૈનિક સામેલ હતાં. સાથોસાથ એ સોવિયેતકાળની સૌથી મોટી મિલિટરી એક્સર્સાઇઝમાંથી એક હતી.

રશિયાના સુરક્ષાપ્રધાનનું કહેવું છે કે આ ત્રણ લાખ સૈનિક ૩૬,૦૦૦ મિલિટરી વિહિકલ, 1000 પ્લેન અને 80 વોરશિપની સાથે અત્યાર સુધીની સૌથી મોટી ડ્રિલ હશે. તેમણે કહ્યું કે તમે કલ્પના કરો કે એક સાથે 36,000 મિલિટરી ગાડીઓ ચાલી રહી હોય જે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. એ ઉપરાંત સમુદ્રમાં પણ રશિયા કંઈ કેટલાંય જહાજો લાવશે, જેમાં કલિબર મિસાઇલ લાગેલી હશે, જેનો ઉપયોગ સીરિયામાં કરવામાં આવ્યો હતો.

આ વખતની તુલનામાં રશિયાની છેલ્લી મિલિટરી એક્સર્સાઇઝમાં સૈનિકોની સંખ્યા અડધી હતી. આ ડ્રિલમાં રશિયા પોતાનાં નવાં હથિયારોનું પ્રદર્શન કરશે, જેમાં ઇસ્કાંદર મિસાઇલ, T-80, T-90 ટેન્ક્સ અને Su-34 અને Su-35 લડાકુ વિમાન સામેલ હશે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ ડ્રિલમાં ભાગ લેશે. રશિયાના મિલિટરી વિશ્લેષક પાવેલે જણાવ્યું હતું કે આ ડ્રિલ ભવિષ્યમાં થનારાં વિશ્વયુદ્ધની તૈયારી છે. આ કોઈ સંકેત કે સંદેશ નથી પણ આ એક યુદ્ધની તૈયારી છે. જોકે રશિયાએ એ વાતનું ખંડન કર્યું છે કે આ ડ્રિલ કોઈ દેશ માટે પરેશાન થવાનું કારણ બની શકે છે.