Russia warns Ten thousand ISIS on Afghan Border
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અફઘાન સરહદે ISISના 10 હજાર આતંકી છે : રશિયા

અફઘાન સરહદે ISISના 10 હજાર આતંકી છે : રશિયા

 | 7:00 am IST
  • Share

તાઝિકિસ્તાનમાં નવી ટેન્ક્સ અને સૈનિકો મોકલનારા રશિયાએ ચેતવણી આપી છે કે મધ્ય એશિયાના દેશોને સ્પર્શતી અફઘાન સરહદે ૧૦ હજારથી વધુ આઇએસ આતંકવાદીની હાજરી છે. રશિયાએ એમ પણ કહ્યું કે ઇસ્લામિક સ્ટેટે સમગ્ર વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની નેમની જાહેરાત કરી છે. મધ્ય એશિયાના દેશો અફઘાનિસ્તાનમાં ફરી તાલિબાની શાસન આવ્યા પછી ગભરાઇ ગયા છે તેવા સમયે રશિયાએ આ ચેતવણી આપી છે. મધ્ય એશિયાના દેશોને તેમજ ભારતને પણ આતંકવાદનો પ્રસાર વધશે અને ત્રાસવાદી હુમલાઓનો ડર સતાવી રહ્યો છે. તેમને લાગે છે કે આઇએસ અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ તેમના પર ત્રાસવાદી હુમલા કરવા કરી શકે છે. તેમને એવું પણ લાગે છે કે શરણાર્થીઓની સંખ્યા, માદક પદાર્થની દાણચોરી અને આંતરદેશીય અપરાધ વધી શકે છે. આ ખતરાને જોતાં જ સીઆઇએના વડા વિલિયમ બર્ન્સ પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે આઇએસઆઇ વડા સાથે પણ મુલાકાત કરી હતી. 

રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ દમિત્રિ મેદવેદેવે ગજેટા ડોટ રસિયામાં પોતાના લેખમાં લખ્યું છે, ‘ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે મધ્ય એશિયાના દેશોને અડીને આવેલા પ્રાંતોમાં ૧૦ હજારથીવધુ આઇએસઆઇએસ આતંકવાદી અને તેમના સમર્થકો હાજર છે. ઇસ્લામિક સ્ટેટના નેતૃત્વએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવા ઇચ્છે છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો