NIFTY 10,333.25 +81.15  |  SENSEX 33,462.97 +216.27  |  USD 64.0900 -0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • રશિયાએ બનાવ્યો એવો સૂટ જેને ન્યૂક્લિયર બ્લાસ્ટની પણ નહી થાય અસર

રશિયાએ બનાવ્યો એવો સૂટ જેને ન્યૂક્લિયર બ્લાસ્ટની પણ નહી થાય અસર

 | 11:19 pm IST

હોલિવૂડની સ્ટારવોર્સ સિરીઝથી અનેક લોકો પ્રભાવિત હતા અને આજે પણ છે. આ સ્ટાર વોર્સ સિરીઝમાં બતાવાયેલા સ્ટોર્મટ્રૂપરને રશિયાએ વાસ્તવિક બનાવી દીધો છે. ભવિષ્યમાં થનારા યુદ્ધમાં પોતાના સૈનિકો ટકી શકે તેવા આશયથી પુતિને લશ્કરી જવાનો માટે વિશેષ ડ્રેસ તૈયાર કરાવ્યો છે. રેટનિક કિટ તરીકે વિકસાવવામાં આવેલો આ ડ્રેસ અનેક વિશેષતાઓથી ભરેલો છે અને સૈનિકોની ક્ષમતા વધારી દે છે. આ એક્સો સ્કેલેટનને એવી રીતે ડિઝાઈન કરાયું છે કે તેનાથી સૈનિકની ક્ષમતા વધશે, તેની કામગીરી બમણી થઈ જશે અને ખાસ કરીને તેનું હેલ્મેટ અને ઘડિયાળ તેને વધારે મદદ કરશે. તેની ઘડિયાળ ન્યુક્લિયર બ્લાસ્ટ સહન કરવાની ક્ષમતા ધરાવે છે. હેલ્મેટની ઉપર રેડિયો સિગ્નલ ધરાવતો ટિન્ટેડ ગ્લાસ લગાવેલો છે જે તેની દૂરનું અને આસપાસનું જોવાની ક્ષમતા બમણી કરી દેશે.

સૈનિકોની ક્ષમતા દોઢ ગણી કરી દેશે : ઓલેગ સેલ્યુકોવ

ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૃઆતમાં જ રશિયાના ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર ઈન ચીફ કર્નલ જનરલ ઓલેગ સેલ્યુકોવે કેટલીક માહિતી આપી હતી જેમાં આ સૂટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અમે સૈનિકો માટે નવો અને વિશેષ ડ્રેસ બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં તેનું પરીક્ષણ પણ પૂરું થઈ જશે. આ ડ્રેસને રેટનિક-૩ કોમ્બેટ ગિયર નામ આપવામાં આવ્યું છે. તેનાથી સૈનિકની ક્ષમતા દોઢ ગણી વધી જશે. એક અખબાર સાથે વાતચીતમાં તેમણે વધુમાં જણાવ્યું કે, હાલમાં પ્રયોગ ચાલે છે અને ધાર્યા પરિણામો મળી રહ્યા છે. શરૃઆતમાં આ ડ્રેસનું વજન વધારે હતું. તેના ઉપર પરીક્ષણો કરવા દરમિયાન તેની ઉપયોગીતા વધારવાની સાથે સાથે તેનું વજન ૩૦ ટકા જેટલું ઘટાડી દેવાયું છે. તેના કારણે સૈનિકોને તેનો ઉપયોગ કરવામાં વધારે સરળતા રહેશે.
આવી સુવિધાઓ હશે રેટનિકમાં

રેટનિક કિટ તરીકે ઓળખાતા આ સૂટમાં લાઈફ સપોર્ટ, કમાન્ડ એન્ડ કોમ્યુનિકેશન, એન્ગેજિંગ, પ્રોટેક્શન અને એનર્જી સેવિંગ સબસિસ્ટમ જેવી પાંચ ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ હશે. તે ચોવીસ કલાક કામમાં લઈ શકાય તેવી રીતે ડેવલપ કરવામાં આવ્યો છે. રેટનિક સૂટમાં બૂલેટપ્રુફ જેકેટ અને પ્રોટેક્ટિવ હેલ્મેટ, કોમ્બેટ વન-પીસ ગાર્મેન્ટ, હેડસેટ વિથ એક્ટિવ પ્રોટેક્શન, પ્રોટેક્ટિવ ગ્લાસિસ, ગ્રેનેડ લોન્ચર, એસોલ્ટ રાઇફલ, સ્નાઇર રાઇફલ, મ્યુનિશન, કોમ્બેટ નાઇફ, રાઉન્ડ ધ ક્લોક રિકન્સેન્સ ડિવાઈસ તથા યુનિફાઈડ ઓપ્ટિકલ એન્ડ થર્મલ ઈમેજિંગ સાઈટ જેવી ૫૯ સુવિધાઓ આપવામાં આવી છે.

21મી સદીનો વોરિયર છે? બુલેટપ્રૂફ નેક પ્રોટેક્ટર અને એક્સોસ્કેલેટન

– ટાઇટેનિયમનો ફ્રેમ સૂટ કે જે શરીર સાથે જોડાશે. કમ્પ્યૂટરથી કાબૂ થતા આ સૂટ દ્વારા સૈનિકો લાંબા સમય સુધી ભારે હથિયારો ઊંચકી શકશે.

બૂટ્સ
– ગોળીઓ, કાટમાળ અને લેન્ડ માઈન્સથી બચાવશે.
– લેન્ડ માઈન્સ સેન્સર હશે
– આગથી પણ બચાવશે

ડિજિટલ હેલ્મેટ
– સ્ક્રીન ઉપર ટાર્ગેટની માહિતી દેખાશે
– સૈનિકના સ્વાસ્થ્યની માહિતી દેખાશે
– આર્મર્ડ ફેસ પ્રોટેક્શન માસ્ક
– બિલ્ટ ઈન બ્રિધિંગ અપેરેટસ

બોડી આર્મર
-કોમ્બેટ સૂટ
– એડજસ્ટેબલ ટેમ્પ્રેચર
– વોટર રેઝિસ્ટન્ટ
– ફાયરપ્રૂફ
– કામુફ્લેગ પેટર્ન

-ટોર્ચ અને નાઈટ વિઝન કેમેરા
-બે અલગ સાઈઝની ગોળીઓ છોડી શકતી રાઇફલ

-બેટરી પેક
-સ્ટારવોર્સ સ્ટોર્મટ્રૂપર