Russia Will Give Permission To Their First Coronavaccine This Month
  • Home
  • Corona
  • કોરોના વેક્સિન બનાવવાની રેસમાં રશિયાએ મારી બાજી, કર્યો એવો દાવો કે US પણ ચોંકી ગયું

કોરોના વેક્સિન બનાવવાની રેસમાં રશિયાએ મારી બાજી, કર્યો એવો દાવો કે US પણ ચોંકી ગયું

 | 3:04 pm IST

રશિયા ઑક્ટોબરથી કોરોના વાયરસની વિરુદ્ધ મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઇ રહ્યું છે. રશિયાનાં સ્વાસ્થ્ય મંત્રી મિખૈલ મુરાશ્કોએ કહ્યું કે દેશનાં સ્વાસ્થ્ય અધિકારી વેક્સિનેશન પ્રોગ્રામની તૈયારી કરી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સૌથી પહેલા દેશનાં ડૉક્ટરો અને શિક્ષકોને વેક્સિનનાં ડોઝ આપવામાં આવશે.

આ મહિને જ કોરોના વેક્સિનને આપી શકે છે મંજૂરી

રૉયટર્સનાં રિપોર્ટ પ્રમાણે રશિયાનાં રેગ્યુલેટર્સ આ મહિને દેશની પહેલી કોરોના વાયરસ વેક્સિનને મંજૂરી આપી શકે છે. જો કે ઘણી જ ઝડપથી વેક્સિન તૈયાર કરવા પર કેટલાક એક્સપર્ટ્સે ચિંતા વ્યક્ત કરી છે. આ પહેલા અમેરિકાનાં પ્રમુખ સંક્રામક રોગ નિષ્ણાત એન્થની ફાઉચીએ કહ્યું હતુ કે, તેમને લાગે છે કે રશિયા અને ચીન ખરેખર વેક્સિનની ટેસ્ટિંગ કરી રહ્યા છે.

રશિયન વેક્સિનનો ક્લિનકલ ટ્રાયલ પૂર્ણ 

ફાઉચીએ કહ્યું કે, તેઓ નથી માનતા કે અન્ય દેશ અમેરિકાથી પહેલા વેક્સિન બનાવી લેશે અને અમેરિકાને તેમના પર નિર્ભર રહેવું પડશે. દુનિયાભરમાં કોરોના વેક્સિનની 20થી વધારે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તો રશિયાનાં સ્વાસ્થ્ય મંત્રી મિખૈલ મુરાશ્કોનું કહેવું છે કે મૉસ્કોમાં આવેલા ગમલેયા ઇન્સ્ટીટ્યૂટે રશિયન વેક્સિનનો ક્લિનકલ ટ્રાયલ પૂર્ણ કરી લીધો છે અને હવે પેપરવર્કનું કામ થઈ રહ્યું છે.

રશિયામાં કોરોના વાયરસનાં 845,443 કેસ

ઉલ્લેખનીય છે કે રશિયામાં અત્યાર સુધી કોરોના વાયરસનાં 845,443 કેસ સામે આવી ચુક્યા છે અને 14,058 લોકોનાં મોત થઈ ચુક્યા છે. તો દુનિયામાં કોરોના વાયરસ પોઝિટિવ લોકોની સંખ્યા 1.8 કરોડથી વધારે થઈ ચુકી છે.

આ વિડીયો પણ જુઓ: મારું ગામ મારો સંદેશ – અરવલ્લીમાં દવાના છંટકાવ માટે ખેડૂતે અનોખી પદ્ધતિ અપનાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન