રશિયાની યુવા ખેલાડીએ નંબર વન કાર્બેરને હરાવી મેજર અપસેટ સર્જ્યો – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • રશિયાની યુવા ખેલાડીએ નંબર વન કાર્બેરને હરાવી મેજર અપસેટ સર્જ્યો

રશિયાની યુવા ખેલાડીએ નંબર વન કાર્બેરને હરાવી મેજર અપસેટ સર્જ્યો

 | 2:42 am IST

સિડની, તા. ૧૦

વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી જર્મનીની એન્જેલિક કાર્બેરને સિડની ઇન્ટરનેશલ ટેનિસ ટૂર્નામેન્ટમાં મંગળવારે રશિયાની યુવા ખેલાડી દારિયા કસાત્કિનાએ પરાજય આપી મેજર અપસેટ સર્જ્યો હતો. ૧૯ વર્ષીય કસાત્કિનાએ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં કાર્બેરને ૭-૬, ૬-૨થી પરાજય આપી અંતિમ આઠમાં જગ્યા બનાવી હતી. આ હાર સાથે આગામી અઠવાડિયેથી શરૂ થઈ રહેલા ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનું ટાઇટલ બચાવવાની આશા પર પણ મોટો ઝટકો લાગ્યો છે. કાર્બેર ગત અઠવાડિેય બ્રિસ્બેન ઓપનમાં પણ અંતિમ આઠમાં હારી હતી.

કાર્બેર સામે જીત મેળવ્યા બાદ વિશ્વમાં ૨૬મી રેન્ક ધરાવતી કસાત્કિનાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે, હું આ જીતને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. મને લાગે છે કે, આ જીતને કારણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મારું મનોબળ વધશે.

સિડની ઓપનના અન્ય મુકાબલામાં રશિયાની અનાસ્તાસિયા પાવલિચેનકોવાએ પોતાના જ દેશની અને ગત ચેમ્પિયન સ્વેત્લાના કુઝનેત્સોવાને ૭-૫, ૬-૩થી પરાજય આપ્યો હતો. પાવલિચેનકોવાનો ક્વાર્ટર ફાઇનલમાં કેનેડાની એન્જેનિ બુચાર્ડ સામે થશે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર બુચાર્ડે બીજા રાઉન્ડમાં ત્રીજી ક્રમાંકિત સ્લોવેકિયાની ડોમનિકા સિબુલ્કોવાને પરાજય આપ્યો હતો. ચેક ગણરાજ્યની બારબરા સ્ટ્રિકોવાએ નવમી ક્રમાંકિત ઇટાલીની રોબર્ટા વિન્સીને ૬-૨, ૬-૩થી પરાજય આપ્યો હતો. ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીઓએ કઝાખિસ્તાનની યલિયા પુતિનસેવાને ૬-૦, ૭-૫થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.