19 વર્ષની યુવતીએ ઓનલાઈન હરાજી માટે મૂકી કઈંક એવી વસ્તુ, જાણીને ચોંકી જશો - Sandesh
  • Home
  • World
  • 19 વર્ષની યુવતીએ ઓનલાઈન હરાજી માટે મૂકી કઈંક એવી વસ્તુ, જાણીને ચોંકી જશો

19 વર્ષની યુવતીએ ઓનલાઈન હરાજી માટે મૂકી કઈંક એવી વસ્તુ, જાણીને ચોંકી જશો

 | 12:27 pm IST

ઈન્ટરનેટ પર સામાન્ય રીતે લોકો ખાવા પીવાની વસ્તુઓ, કપડાં, ઈલેક્ટ્રીક સામાન વગેરે ખરીદ વેચાણ કરવા માટે મૂકતા હોય છે, જાહેરાત આપતા હોય છે. પરંતુ રશિયાની રાજધાની મોસ્કોની એક યુવતીએ ઈન્ટરનેટ પર પોતાનું કૌમાર્ય વેચવા મુક્યું છે. લિંડા નામની આ યુવતી તેના કૌમાર્યની હરાજી કરી રહી છે. જે શખ્સ ઊચી બોલી બોલશે તેને તે પોતાનું કૌમાર્ય સોંપી દેશે. લિંડાએ આ માટે એક જાહેરાત પણ આપી છે.

વાત જાણે એમ છે કે લિંડાએ આ પગલું તેના ભણતરના ખર્ચને પૂરો કરવા માટે ઉઠાવ્યું છે. લિંડા એક બેબીસિટર તરીકે પણ કામ કરે છે. જેનાથી તે ટ્યૂશનની ફી ફરી શકે છે. તે કહે છે કે ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અને ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે તેણે આ પગલું ઉઠાવ્યું છે.

લિંડાના જણાવ્યાં અનુસાર તેની પાસે તેના કૌમાર્યને સાબિત કરવા માટે દરેક ડોક્યુમેન્ટ છે. જો કે તેણે તેના કૌમાર્યની કોઈ કિંમત બતાવી નથી. તે તેની હરાજી કરવા ઈચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન