Russian Nurse with swimsuit under her clear gown exposes coronavirus PPE Issues
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • માત્ર આંતરવસ્ત્રો પહેરીને કોરોના દર્દીઓની સેવા કરતી હતી આ બંને નર્સ, “શરમ નથી લાગતી”

માત્ર આંતરવસ્ત્રો પહેરીને કોરોના દર્દીઓની સેવા કરતી હતી આ બંને નર્સ, “શરમ નથી લાગતી”

 | 10:35 pm IST
  • Share

દુનિયાભરમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. અમેરિકામાં સૌથી વધારે કેસા નોંધાયા છે અને મોત પણ ત્યાં જ સૌથી વધારે થયા છે. પણ હવે અચાનક રશિયામાં કોરોના વાયરસના કેસ વધી ગયા છે. રશિયા કોરોના સંક્રમણ ધરાવતા દેશોમાં બીજા સ્થાને આવી ગયું છે. અહીં પણ ડોક્ટર અને મેડિકલ સ્ટાફ લોકોને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. જોકે આ દરમિયાન એક નર્સ ભારે ચર્ચાનો વિષય બની છે.

આ નર્સ સારવાર દરમિયાન પોતાના કપડાને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. લોકોએ નર્સની ટીકા કરી હતી અને ટ્રોલ કરી હતી. જોકે નર્સે પણ સણસણતો જવાબ આપતા ટીકાકારોના મોં સીવી નાખ્યા હતાં.

રશિયાની એક હોસ્પિટલમાં એક નર્સ PPE સૂટ નીચે માત્ર ઇનર વેર (આંતરવસ્ત્રો) પહેરી કોરોના પીડિતોની સારવાર કરતી હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને અનેક લોકો રશિયાની આ નર્સને ટૂ હોટ નર્સ કહીને પણ બોલાવી રહ્યા છે. જો કે રશિયાની આ નર્સ અને તેના અન્ય સાથીઓએ આ તસવીરો શેર કરનાર અને સોશિયલ મીડિયામાં હેલ્થ વર્કરનો મજાક ઉડાવનાર લોકોને કરારો જવાબ આપ્યો છે.

ફોટો વાયરલ થયા બાદ બંને નર્સોએ જણાવ્યું હતું કે, સતત PPE શૂટ પહેરીને કામ કરવાના લીધે તેમને ખૂબ ગરમી થઇ રહી હતી. તે જરૂરિયાતથી વધુ દર્દીઓ હોવાના કારણે બ્રેક પણ લઇ શકતી નહોતી. તેવામાં તેમને PPEની નીચે ખાલી ઇનરવેર પહેરીને કામ કરવાનું યોગ્ય લાગ્યું હતું. કારણ કે તે દર્દીઓની સારવાર અધુરી છોડવા નહોતી માંગતી. જો કે આ જવાબ પછી પણ સોશયલ મીડિયામાં લોકો તેમની મજાક ઉડાવાની ન છોડતા.

રશિયામાં અનેક લોકો, ઉદ્યોગપતિઓ, નર્સો તથા નેતા આ બે નર્સોના પક્ષમાં આવ્યા છે. રશિયામાં મોટાભાગના લોકોને સંદેશ મોકલવામાં આવ્યો છે કે જે લોકો જીવ પર ખેલીને તમારા પ્રાણ બચાવી રહ્યા છે તેમને તેમના કપડાથી જજ કરવાની કામ ન કરો. આવું કરનાર લોકો બકસાવ છે.

નાદિયા નામની આ 23 વર્ષીય નર્સે જણાવ્યું કે તેણે અસહ્ય ગર્મીના કારણે નર્સ ગાઉન ઉતારી સ્વિમ સૂટમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. તે એ દિવસે સતત ત્રણ શીફ્ટમાં કામ કરી રહી હતી. અને તેને લાગ્યું કે દર્દીઓની સાર સંભાળ લેવું વધુ જરૂરી છે. જો કે નાદિયા જ્યાં કામ કરે છે તે હોસ્પિટલે હાલ તેને સસ્પેન્ડ કરી છે. જો કે તે પછી હોસ્પિટલના નર્સ અને ડૉક્ટર્સે નાદિયાના પક્ષમાં હોસ્પિટલ સામે મોર્ચો ખોલ્યો છે. તેમનું કહેવું છે કે સ્થિતિને સમજ્યા વગર ખાલી કેટલાક લોકોના ઓપિનિયનના આધારે હોસ્પિટલે આ જે નિર્ણય લીધો છે તે ખોટો છે.

રશિયાના એક છાપામાં ઇન્ટરવ્યૂ આપતા નાદિયાએ કહ્યું કે હું કામ કરી રહી હતી અને ગરમીના કારણે તેને રોકવા નહતી માંગતી. અમે લોકો જીવના જોખમે લોકોને બચાવી રહ્યા છે. આજ હોસ્પિટલમાં કામ કરતી ડોક્ટર અનસ્તાસિયા વાસિલ્યેવાએ કહ્યું કે અમે હોસ્પિટલે સ્પષ્ટ કહ્યું છે કે નાદિયાને પાછી લેવી પડશે. ખાલી ઇનર વેર નહીં તે જે કામ કરતી હતી તેની પર ધ્યાન આપવું જોઇએ. આ વિવાદની વચ્ચે નાદિયાને એક લિંગરી બ્રાન્ડ મિસ એક્સથી મોડલિંગની પણ ઓફર મળી છે. જો કે નાદિયા પાછી દર્દીઓની સારવારમાં લાગવા માટે ઇચ્છુક છે.

આ વીડિયો પણ જુઓ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમ્ફાન ચક્રવાતગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન