રશિયાના આકાશમાં પેસેન્જર વિમાન બન્યું આગનો ગોળો, 71 લોકોના મૃત્યુંની આશંકા - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • રશિયાના આકાશમાં પેસેન્જર વિમાન બન્યું આગનો ગોળો, 71 લોકોના મૃત્યુંની આશંકા

રશિયાના આકાશમાં પેસેન્જર વિમાન બન્યું આગનો ગોળો, 71 લોકોના મૃત્યુંની આશંકા

 | 7:11 pm IST

રશિયાની રાજધાની મોસ્કોની બહાર જ મુસાફરો ભરેલું વિમાન તુટી પડ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલું વિમાન પેસેન્જર વિમાન હતું જેમાં કુલ 71 મુસાફરો સવાર હતાં. તમામ મુસાફરોના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સારાતોવ એરલાઈન્સના અંતોનોવ N-148 વિમાને દોમોદેદોવો એરપોર્ટ પરથી રવાના થયું હતું. વિમાન ઓર્ક્સ જઈ રહ્યું હતું. વિમાનમાં 65 મુસાફરો અને 6 ક્રુ મેંમ્બર્સ સવાર હતાં.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિમાન રશિયાની રાજધાની મોસ્કોની નજીક આવેલા વિસ્તારમાં જ ધડાકાભેર તુટી પડ્યું હતું. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો એક ભાગ મળી આવ્યો છે. જ્યારે ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દુર્ઘટનાસ્થળ પર એક ટીમ તત્કાળ રવાના કરવામાં આવી હતી. સ્થાનિક માધ્યમોના જણાવ્યા પ્રમાણે અરુગુનોવો ગામના કેટલાક રહેવાસીઓએ વિમાનને આકાશમાંથી નીચે જમીન પડતા જોયું હતું.

વિમાન દુર્ઘટનાના કારણોની જાણકારી મળી શકી નથી. અહેવાલોના જણાવ્યા પ્રમાણે રશિયાના વિદેશ મંત્રાલય અનેક આશંકાઓ વ્યક્ત કરી છે. પ્રાથમિક અહેવાલોમાં ખરાબ હવામાન અને પાયલોટ દ્વારા થયેલી ભૂલના કારણે આ ગંભીર દુર્ઘટના ઘટી હોવાનું અનુંમાન લગાવીને તપાસ હાથ ધરવામાં આવી છે.