લોકડાઉનમાં ફસાયો રશિયાનો ટેનિસ પ્લેયર, અમદાવાદને ગણાવ્યું બેસ્ટ, ભારતનાં કર્યાં વખાણ

કોરોના મહામારી બાદ લોકડાઉનનું પાલન કરાવાતાં રશિયાનો એક ટેનિસ પ્લેયર અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદમાં રહીને પણ રશિયાના પ્લેયરે લોકડાઉનમાં સેવાકાર્ય કર્યું હતું. એટલું જ નહીં તેણે અમદાવાદને બેસ્ટ જગ્યા ગણાવી હતી. તો સાથે જ ભારતમાં ચાલતાં સેવાકાર્યનાં પણ તેણે વખાણ કર્યા હતા.
લોકડાઉનમાં અનેક લોકો અનેક જગ્યાએ ફસાયા છે. ત્યારે મૂળ રશિયાના અને મોલ્ડોવા માટે ટેનિસ રમતાં બે વખતના ડેવિસ કપના ખેલાડી દિમીત્રી બેસ્કોવન અમદાવાદ લોકડાઉનના કારણે ફસાયા છે. બેસ્કોવેન જાન્યુયારીમાં એક ટેનિસ એકેડમીની મુલાકાત લેવા અમદાવાદ આવ્યા હતા. ફેબ્રુઆરીમાં પરત ફરવાનું હતું. પણ અમેરિકામાં કોરોનાની સ્થિતિ ખરાબ હોવાના કારણે તેવો પરત ના ફર્યા. અને ત્યારબાદ ભારતમાં પણ લોકડાઉન થતાં તે 1 મહિનાથી વધુ સમયથી અમદાવાદમાં ફસાયા છે.
જો કે આ ટેનિસ ખેલાડીએ લોકડાઉનનો સદુપયોગ કર્યો હતો. જરૂરિયાતવાળા લોકો માટે સેવાભાવી લોકો દ્વારા બનાવામાં આવતાં ફૂડ પેકેટ બનાવવામાં આ ખેલાડીએ તેના પણ હાથ જોતર્યા હતા. સાથે જ બ્લડ ડોનેટ પણ કર્યું હતું. બેસ્કોવેને ભારતમાં ચાલતાં આ સેવાકાર્યના વખાણ કર્યા હતા. અને અમદાવાદને બેસ્ટ જગ્યા ગણાવી હતી. સાથે અમદાવાદમાં પણ તેવો સદુપયોગ કરીને ટેનિસની પ્રેક્ટિસ કરવામાં જોતરાયેલા છે. અને દરોજ સવાર- સાંજ પ્રેક્ટિસ કરે છે.
આ વીડિયો પણ જુઓઃ વડોદરા પાદરાના લુણા ગામમાં કંપનીમાં આગ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન