Russian PM Dmitry Medvedev Gave Resignation After Putin
  • Home
  • Featured
  • રશિયાનાં પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામું, મંત્રિમંડળનાં કામથી સંતુષ્ટ નહોતા પુતિન

રશિયાનાં પ્રધાનમંત્રીએ આપ્યું રાજીનામું, મંત્રિમંડળનાં કામથી સંતુષ્ટ નહોતા પુતિન

 | 9:44 pm IST

રશિયામાં નવ રશિયાનાં પ્રધાનમંત્રી દમિત્રી મેદવેદેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સોંપ્યું છે. આ પહેલા રશિયાનાં પીએમ દમિત્રી મેદવેદેવે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. એક રિપોર્ટ પ્રમાણે રશિયાનાં પ્રધાનમંત્રી દિમિત્રી મેદવેદેવે બુધવારનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાજીનામું સોંપ્યું છે.

રશિયન સમાચાર એજન્સીઓએ દાવો કર્યો છે કે પુતિને મેદવેદેવને તેમની સેવા માટે ધન્યવાદ કરતા એ વાતથી અસંતુષ્ટિ જાહેર કરી છે કે તેમનું મંત્રિમંડળ પોતાના તમામ લક્ષ્યોને પૂર્ણ કરવામાં અસફળ રહ્યું. રશિયન મીડિયાનો દાવો છે કે વ્લાદિમીર પુતિન દમિત્રી મેદવેદેવને રાષ્ટ્રપતિ સુરક્ષા પરિષદનાં ઉપાધ્યક્ષનાં રૂપમાં નામાંકિત કરવાની યોજના બનાવી છે.

દમિત્રી મેદવેદેવ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં જૂના સહયોગી રહ્યા છે. વર્ષ 2012થી જ મેદવેદેવ સતત પ્રધાનમંત્રીનાં પદ પર કાર્યરત રહ્યા છે. દમિત્રી મેદવેદેવ 2008થી 2012 સુધી રાષ્ટ્રપતિનું પદ પણ સંભાળી ચુક્યા છે. વ્લાદિમીર પુતિને મેદવેદેવનાં મંત્રિમંડળનાં સભ્યોને નવા મંત્રિમંડળનાં ગઠન સુધી પોતાના પદ પર કામ કરતા રહેવા કહ્યું છે. દમિત્રી મેદવેદેવનાં રાજીનામા બાદ બુધવારનાં રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રનાં પહેલા વાર્ષિક ભાષણને સંબોધિત પણ કર્યું.

આ ભાષણમાં પુતિને એ પ્રસ્તાવ રાખ્યો કે રશિયન સંવિધાનમાં સંશોધન કરવામાં આવે જેનાથી પ્રધાનમંત્રી અને તેમના મંત્રિમંડળનાં સભ્યોની શક્તિઓને વધારી શકાય. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં આ રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવને પુતિનનો વર્તમાન કાર્યકાળ 2024માં સમાપ્ત થયા બાદ સત્તામાં બન્યા રહેવાના પ્રયત્નો તરીકે જોવામાં આવે છે.

આ વિડીયો પણ જુઓ: રિવોલ્વર સાફ કરતી વખતે થયું ફાયરિંગ થતાં એકનું મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન