russian power lifter fractures both knees after 400kg squat video viral
  • Home
  • Featured
  • કાચા-પોચા હૃદયના લોકો સાચવીને વીડિયો જોજો, 400 કિલોનો વજન ઉઠાવવા પાછળ બંન્ને ઘૂંટણ…

કાચા-પોચા હૃદયના લોકો સાચવીને વીડિયો જોજો, 400 કિલોનો વજન ઉઠાવવા પાછળ બંન્ને ઘૂંટણ…

 | 5:53 pm IST

આ વીડિયો જોવા માટે જીગર રાખવી જરૂરી છે! કારણ કે જ્યારે રશિયન વેટલિફ્ટર Alexander Sedykhએ 400 કિ.ગ્રા. સાથે ગેમમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે નિષ્ફળ ગયો. પરંતુ ત્યારે પરિણામ એકદમ ભયંકર હતું. હાલમાં તેના બંને ઘૂંટણ પર ફ્રેક્ચર છે. અહેવાલ મુજબ, રશિયાના મોસ્કોમાં આયોજિત ‘ધ વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન યુરોપિયન ચેમ્પિયનશિપ’ માં ભાગ લેવા માટે આ Alexander Sedykh પણ પહોંચ્યો હતો, તેણે સ્પર્ધા દરમિયાન 400 કિલોગ્રામ સાથે સ્ક્વોડ કરવાનો હતો.

વીડિયો તમે જોઈ શકો છો કે કઈ રીતે Alexander Sedykh આવે છે. તે તેના ખભા પર 400 કિલો પ્લેટો ભરેલો બાર મુકે છે. પછી ધીમે ધીમે નીચે તરફ લેતો જાય છે. આ સમય દરમિયાન લાકડી 4 લોકો પકડે છે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને. પરંતુ અચનાક 400 કિલોગ્રામ વજન નીચે Alexander Sedykh દબાય જાય છે અને બંન્ને ઘૂંટણ તૂટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન