Russian President Vladimir Putin will come-to-india-on 6 December
  • Home
  • India
  • આ તારીખે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

આ તારીખે ભારત આવશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

 | 10:37 pm IST
  • Share

  • AK-203 ક્લાશનિકોવ રાઈફલની ખરીદીનો કરાર થઈ શકે છે
  • પુતિન સાથે પીએમ મોદી અફઘાન મુદ્દે પણ કરી શકે છે ચર્ચા
  • બન્ને દેશો વચ્ચે રક્ષા, વેપાર અને ટેકનોલોજીને લઈને થશે કરાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 6 ડિસેમ્બરે ભારતની સત્તાવાર મુલાકાત લેશે, જ્યાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે અને દ્વિપક્ષીય અને વિશેષ વ્યૂહાત્મક સંબંધો પર ચર્ચા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે 6 ડિસેમ્બરે ‘2+2’ મંત્રી સ્તરીય મંત્રણા પણ થશે, જેમાં બંને દેશોના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ ભાગ લેશે.

તેમણે કહ્યું કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને રક્ષા મંત્રી સર્ગેઈ શોઈગુ ‘2+2’ મંત્રી સ્તરની મંત્રણામાં ભાગ લેવા માટે 5-6 ડિસેમ્બરે ભારત આવશે. બાગચીએ કહ્યું કે આ બેઠકમાં ભારત તરફથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર ભાગ લેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે 6 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન મોદી 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

ભારત-રશિયાની છેલ્લી બેઠક વ્લાદિબોસ્તકમાં યોજાઈ હતી

નોંધનીય છે કે છેલ્લી ભારત-રશિયા સમિટ સપ્ટેમ્બર 2019માં વ્લાદિબોસ્તકમાં યોજાઈ હતી અને કોવિડ-19 મહામારીને કારણે આ બેઠક 2020માં થઈ શકી ન હતી. બાગચીએ કહ્યું કે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધો અને વિશેષ વ્યૂહાત્મક જોડાણની સ્થિતિની સમીક્ષા કરશે અને તેને આગળ લઈ જવાના માર્ગો પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે બંને નેતાઓ સમાન હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો