Russian Spies 'Stole' UK Vaccine Formula: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રશિયન જાસૂસે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની બ્લૂ પ્રિન્ટ ચોરી કરી પુતિનને આપી :અહેવાલ

રશિયન જાસૂસે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની બ્લૂ પ્રિન્ટ ચોરી કરી પુતિનને આપી :અહેવાલ

 | 8:00 am IST
  • Share

  • બ્રિટનમાં રહેતા રશિયન જાસૂસે બ્લૂ પ્રિન્ટ તફડાવી કે ફિનિશ્ડ વેક્સિન લીધી તે સ્પષ્ટ નથી

  • બ્રિટનમાં રહેતો રશિયન જાસૂસ ટોપ સિક્રેટ બ્લૂ પ્રિન્ટ જાતે હસ્તગત કરી શકે એવી શક્યતા

  • બ્રિટનની જાસૂસી સંસ્થા સ્પૂતનિક-5ના જાસૂસોએ ફરિયાદ કરી હતી

રશિયા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે બ્રિટનમાં રહેતા જાસૂસ દ્વારા ઓક્સફર્ડની એસ્ટ્રાઝેનેકા વેક્સિનની બ્લૂ પ્રિન્ટ તફડાવીને રશિયા વ્લાદિમીર પુતિનને પહોંચાડવામાં આવી હતી જેથી તેની કોપી કરીને રશિયન વિજ્ઞાાનીઓ સ્પુતનિક-ફ વેક્સિન તૈયાર કરી શકે અને વેક્સિન બનાવવાની વૈશ્વિક રેસમાં સૌથી આગળ રહી શકે. સલામતી સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિટનમાં રહેતો રશિયન જાસૂસ ટોપ સિક્રેટ બ્લૂ પ્રિન્ટ જાતે હસ્તગત કરી શકે એવી શક્યતા પૂરેપૂરી હતી.

જોકે એ સ્પષ્ટ થઈ શકતું નથી કે તેણે ઓક્સફર્ડની પ્રયોગશાળા અથવા ફેક્ટરી ઉપરથી બ્લ્યૂ પ્રિન્ટ તફડાવી લીધી હતી કે પછી તૈયાર વેક્સિનની એક વાયલ તફડાવીને રશિયા મોકલી આપી હતી. ગૃહપ્રધાન ડેમિયન હિન્ડ્સે જણાવ્યું કે, તેઓ આમાં કશું કહી શકે તેમ નથી, જોકે તેમણે આ અહેવાલને નકાર્યા પણ નહોતા. બ્રિટનની જાસૂસી સંસ્થા સ્પૂતનિક-5ના જાસૂસોએ ફરિયાદ કરી હતી કે, બ્રિટિશ વિજ્ઞાાનીઓએ જાહેર કર્યું કે, તેઓ વેક્સિન તૈયાર કરી રહ્યા છે તેના એક મહિના પછી માર્ચ 2020માં રશિયન હેકરોએ વારંવાર ઓક્સફર્ડ યુનિર્વિસટીની સાઈટ્સ હેક કરવાના પ્રયાસ કર્યા હતા.    ગયા વર્ષે એપ્રિલમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા તરફથી જાહેર કરવામાં આવ્યું કે, તેઓ કોરોના વેક્સિનની પ્રથમ માનવ ટ્રાયલ ચાલુ કરવાના છે. તેના એક મહિના પછી ઓગસ્ટમાં વ્લાદિમીર પુતિને ટીવી પર આવીને રશિયન નાગરિકો સામે જાહેરાત કરી હતી કે, રશિયા કોરોના ક્વેક્સિન બનાવવાની વૈશ્વિક રેસ જીતી ગયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો