Ruturaj Gaekwad captures the orange cap of IPL 2021
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021ની ઓરેન્જ કેપ પર ઋતુરાજ ગાયકવાડનો કબજો

IPL 2021ની ઓરેન્જ કેપ પર ઋતુરાજ ગાયકવાડનો કબજો

 | 8:50 pm IST
  • Share

  • IPL 2021ની ઓરેન્જ કેપ પર ઋતુરાજનો કબજો
  • IPL 2021ની સિઝનમાં ત્રતુરાજે ફટકાર્યા 635 રન
  • ઋતુરાજે 2020માં CSK તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું

IPL 2021ની ફાઇનલ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ હાર્યો હતો. જેના પરિણામે પહેલા બેટિંગ કરવા ઉતરેલી સીએસકે ટીમના ઓપનર્સે મજબૂત શરૂઆત કરી હતી. CSKના બંને ઓપનર્સે પાવરપ્લે સુધી એકપણ વિકેટ ગુમાવ્યા વગર 50 રનનો સ્કોર કર્યો હતો. પરંતુ 9મી ઓવરના પહેલા બોલ પર ઋતુરાજ ગાયકવાડે લોફ્ટેડ શૉટ મારવા જતા લોંગ ઓફ પર કેચ આઉટ થયો હતો. તેને સુનીલ નરેને 32 રન પર પેવેલિયન ભેગો કર્યો હતો.

IPL 2021ના બીજા તબક્કાની શરૂઆતની સાથે જ ધમાકેદાર ઇનિંગ્સ ચોગ્ગા-સિક્કસરનો વરસાદ પણ શરૂ થયો છે. સાથો સાથ બેટસમેનની વચ્ચે ઓરેન્જ કેપની રેસ પણ. દરેક સીઝન સૌથી વધુ રન બનાવનારને ઓરેન્જ કેપ મળે છે. આ કેપની સ્થિતિ દરેક સીઝનમાં બદલાય છે. દરેક મેચ બાદ જે ખેલાડી આ યાદીમાં પહેલાં નંબર પર રહે છે મેચ બાદ આ કેપ તેના માથે હોય છે. પોઇન્ટ ટેબલની રેસમાં જેટલા રોમાંચક ફેરફાર થતા હોય છે એટલા જ ઓરેન્જ કેપમાં થતા રહે છે.

ઋતુરાજ ગાયકવાડે આજે પોતાની તાબડતોડ ઇનિંગના કારણે ઓરેંજ કેપ પર કબજો કરી લીધો છે. તેણે આઇપીએલ 2021ની 16 મેચોમાં 635 રન બનાવી લીધા છે. ઋતુરાજે કેએલ રાહુલને પાછળ રાખી ઓરેંજ કેપ પર કબજો કરી લીધો છે. આ સિઝનમાં તેના નામે 1 સદી અને 3 અડધી સદી છે. ઋતુરાજ ગાયકવાડે વર્ષ 2020માં જ ચેન્નઇ સુપરકિંગ્સ તરફથી આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું.

આઇપીએલ 2021માં સૌથી વધુ રન બનાવનારા ટૉપ-5 બેટ્સમેન

1. ઋતુરાજ ગાયકવાડ – 635
2. કેએલ રાહુલ – 626
3. શિખર ધવન – 587
4. ફાફ ડુ પ્લેસિસ – 557*
5. ગ્લેન મેક્સવેલ – 513

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો