Ruturaj was selected in India's Under-23 Cricket Team
  • Home
  • Sports
  • Cricket
  • ગુજરાતનો વધુ એક લાલ ગજવશે દુનિયાના ક્રિકેટ સ્ટેડિયમ, પૈત્રુક ગામમાં ખુશીનો મહોલ

ગુજરાતનો વધુ એક લાલ ગજવશે દુનિયાના ક્રિકેટ સ્ટેડિયમ, પૈત્રુક ગામમાં ખુશીનો મહોલ

 | 3:43 pm IST

સાબરકાંઠાના લોકોમાં હાલ ખુશીનો માહોલ છે. કારણે કે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા પુનાસણ ગામના રહેવાસી ઋતુરાજની ભારતની અંડર 23 ક્રિકેટ ટીમમાં પસંદગી થતા જિલ્લાભરમાં ખુશીનો માહોલ છવાયો છે. તેમજ હાલમાં બાંગલાદેશ સામે પ્રથમ મેચ રમ્યા બાદ તેને દેશની નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ ગૌરવ અપાવવાની વાત કરી પોતાની સિદ્ધિને પરિવાર મિત્રો તેમજ કોચને પગલે શક્ય બન્યા હોવાની વાત કરી હતી.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પુનાસણ ગામના રજપૂત સમાજના ઋતુરાજનું અંડર 23માં ભારતીય ટીમમાં સમાવેશ થયો છે. તેથી વતન સહિત આસપાસના વિસ્તારોમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનો પ્રયત્ન તેને હંમેશા ઊંચાઇ ઉપર લઇ જતો હોય છે ઠીક આવું જ ઋતુરાજના પ્રયત્નવાદનું ફળ તેને મળી રહ્યું છે. ધોરણ-૯માં સ્કૂલ અભ્યાસ દરમિયાન ક્રિકેટ ટીમની જાહેરાત થઈ હતી. જોકે તેમાં ઋતુરાજની સ્થાન ન મળતા તેને સંપૂર્ણ જીવન ક્રિકેટને આપી દેતા આજે ભારત કક્ષાએ તેને ક્રિકેટ ટીમમાં સ્થાન મળી જશે.

આ સ્થાન મેળવવા માટે તેને ખબૂ જ મહેનત કરી હતી જેના પગલે આજે તે નેશનલ કક્ષાએ ક્રિકેટ રમી રહ્યો છે. જોકે તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ અને રમતની શૈલીને પગલે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં શાનદાર દેખાવ કર્યો છે. ઋતુરાજનું સ્વપ્ન ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ક્રિકેટ રમવાની સાથોસાથ નેશનલ કક્ષાએ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ દેશ માટે કંઈક કરી છુટવાની ભાવના રહેલી છે. તેમજ આ માટે તેને પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. જોકે આટલી ઉચ્ચ કક્ષાની સિધ્ધિને પરિવાર તેમજ મિત્રોને આભારી માને છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદ એરપોર્ટ બહાર NRIને હેરાનગતિનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન