ઈસ્લામાબાદ જશે એસ. જયશંકર, માત્ર આતંકવાદને મામલે થશે વાતચીત - Sandesh
  • Home
  • Featured
  • ઈસ્લામાબાદ જશે એસ. જયશંકર, માત્ર આતંકવાદને મામલે થશે વાતચીત

ઈસ્લામાબાદ જશે એસ. જયશંકર, માત્ર આતંકવાદને મામલે થશે વાતચીત

 | 5:45 pm IST

ભારતે કાશ્મીર મુદ્દે  વિદેશ સચિવ સ્તરની ચર્ચાનો પાકિસ્તાનનો પ્રસ્તાવ ફગાવી દીધો છે અને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે જ્યારે પણ ચર્ચા થશે ત્યારે આતંકવાદ અને POKના મામલે જ થશે. પાકિસ્તાન સાથેના સંબંધમાં આતંકવાદ જ કેન્દ્ર સ્થાને છે જે અંગે બન્ને દેશોના અલગ દ્રષ્ટિકોણને પરિણામે અરસપરસના સંબંધોમાં પ્રગતિ કરવામાં બાધાજનક છે.

પાકિસ્તાનના વિદેશ સચિવ એજાજ અહમદ ચૌધરીએ પાઠવેલા આમંત્રણનો જવાબ દેતા વિદેશ સચિવ એસ. જયશંકરે સીમાપારથી આતંકવાદ સાથે જોડાયેલા પહેલુઓ પર ચર્ચા માટે ઈસ્લામાબાદની યાત્રા કરવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી, જે જમ્મૂ અને કાશ્મીરની વર્તમાન સ્થિતિના કેન્દ્રમાં છે. વિદેશ સચિવે એ સ્પષ્ટ કરી દીધું છે કે તેમની વચ્ચે વાર્તાલાપ કેવળ આતંકવાદના મામલે થશે નહિં કે કાશ્મીરના મુદ્દા પર.

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાને ઈસ્લામાબાદમાં ભારતના રાજદૂત ગૌતમ બંબેવાલાને બોલાવીને વિદેશ સચિવ એસ. જયશંકરના નામે એક પત્ર લખ્યો હતો. જેમાં જયશંકરને ઈસ્લામાબાદ આવીને જમ્મૂ-કાશ્મીરના મુદ્દા પર વાત કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ જ નિવેદન પાકિસ્તાનના વડાપ્રધાન નવાજશરીફના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે પણ આપ્યું હતું. જો કે આમંત્રણ ત્યારે પાઠવવામાં આવ્યું હતું જ્યારે ભારત એ જાહેર કરી ચૂક્યું હતું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે કોઈ વાત નહિં થાય જે વાત થશે તે પીઓકે અંગે જ થશે.

આ પહેલાં વિત્ત મંત્રી અરુણ જેટલીએ પણ ઈસ્લામાબાદમાં આયોજિત સાર્ક સંમેલનમાં હિસ્સો લેવાનો નનૈયો ભણી દીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 15મી ઓગસ્ટે લાલ કિલા પરથી કરેલા ભાષણમાં બલૂચિસ્તાન અને ગિલગિત તેમજ પીઓકેનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન