એસ.ટી. બસો હજી ઝોન બહાર દોડતી નથી, જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલી - Sandesh
  • Home
  • Gujarat
  • એસ.ટી. બસો હજી ઝોન બહાર દોડતી નથી, જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલી

એસ.ટી. બસો હજી ઝોન બહાર દોડતી નથી, જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલી

 | 1:11 am IST

। ગાંધીનગર ।

એસ.ટી. તંત્ર દ્વારા અત્યારે આંશિક લોકડાઉનના સમયમાં અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના બાકી ૩૨ જિલ્લામાં ધીમે ધીમે એસ.ટી. બસોનું સંચાલન થઈ રહ્યું છે. અત્યારે પાંચ ઝોનમાં કુલ ૧,૦૩૮ બસો દોડાવાઈ રહી છે. જોકે ઝોન બહાર અત્યારે બસો દોડતી નથી. રાજ્યમાં ઉત્તર, દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ ઝોન પાડી બસો આ ઝોનમાં જ ચાલી રહી છે. એક ઝોનમાંથી બીજા ઝોનમાં હજી બસો જતી નથી. એક એસ.ટી. બસ અત્યારે સરેરાશ ૭૦-૭૫ કિલોમીટર સુધી સેવા આપી રહી છે.

દરેક એસ.ટી. બસ દિવસમાં સરેરાશ ત્રણ વખત સેનિટાઇઝ થતી હોવાનો તંત્ર દાવો કરતાં નિખાલસપૂર્વક જણાવે છે કે દરેક પેસેન્જરને હેન્ડ વોશ કર્યા બાદ જ બસમાં ચઢાવવામાં આવે છે, પરંતુ દરેક બસમાં હેન્ડ સેનિટાઇઝ બોટલ આપવાની તથા ડ્રાઇવર-કંડક્ટરને માસ્ક સાથે હેન્ડ ગ્લોવ્ઝ પણ આપવાની કોશિશ થઈ રહી છે, જે અંગે એક-બે દિવસમાં વ્યવસ્થા ગોઠવાશે.

સૂત્રો કહે છે કે, લાંબા અંતર માટે બસો દોડાવવાની કેન્દ્રીય ગાઇડલાઇનમાં હજી છૂટ અપાઈ નથી, એટલે અત્યારે માત્ર ઝોન વાર જ બસો દોડાવાઈ રહી છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં મોટો વિસ્તાર કન્ટેનમેન્ટમાં આવેલો હોઈ હાલપૂરતું એસ.ટી. સંચાલન અમદાવાદ જિલ્લામાં બંધ રાખવામાં આવ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ ૨૯૫ બસો ૧૦ જિલ્લા આવરી લેવા સૌરાષ્ટ્રમાં ચલાવાય છે. જ્યારે ૬ જિલ્લા સમાવતા ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯૦ બસોચાલે છે. શનિવારે કુલ ૪,૯૫૫ ટ્રીપો ચાલી હતી, જેમાં ૪૦,૪૦૦ પ્રવાસીઓએ આવ-જા કરી હતી.

ઝોનવાર એસ.ટી. બસનું સંચાલન

ઝોનબસ        સંખ્યા  ટ્રીપ    મુસાફ્રો

ઉત્તર ગુજરાત  ૨૯૦   ૧૪૦૦ ૯૫૦૦

મધ્ય ગુજરાત  ૨૭૦   ૧૩૫૦ ૮૬૦૦

દક્ષિણ ગુજરાત ૧૩૦   ૯૧૫   ૪૧૦૦

સૌરાષ્ટ્ર         ૨૯૫   ૧૧૫૦ ૧૬,૦૦૦

કચ્છ           ૫૩     ૧૪૦   ૨૨૦૦

ટોટલ          ૧૦૩૮ ૪૯૫૫ ૪૦૪૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;