SA Cricketer Dale Steyn applogises to Virat Kohli and Fans
  • Home
  • Sports
  • Cricket
  • INDvsSA: T20 ટીમમાં જગ્યા ન મળતા આ ખેલાડી થયો નિરાશ, કોહલીથી માંગી માફી

INDvsSA: T20 ટીમમાં જગ્યા ન મળતા આ ખેલાડી થયો નિરાશ, કોહલીથી માંગી માફી

 | 7:20 pm IST

આગામી મહિનામાં ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટી20 અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જોકે ટીમમાં દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી અને ઝડપી બોલર ડેલ સ્ટેનને આ પ્રવાસે 3 મેચોની ટી20 સિરીઝમાં જગ્યા મળી નથી. ઉપરાંત આ સિરીઝ માટે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાના નિયમિત કેપ્ટન ફાપ ડુ પ્લેસિસની જગ્યાએ ક્વિંટન ડી કોકને કેપ્ટનશિપ આપવામાં આવી છે.

ટી20 ટીમમાં કેટલાક નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં જગ્યા ન મળતા ડેલ સ્ટેને નિરાશા વ્યક્ત કરી છે. સ્ટેને એક ટ્વીટ કરી દુ:ખ પ્રકટ કર્યું છે અને એક ટ્વીટનો જવાબ આપતા તેને લખ્યું કે સીએસએના પસંદગીકાર કદાચ તેનો નંબર ભૂલી ગયા છે. સ્ટેને લખ્યું કે,‘કોચિંગ સ્ટાફની ફેરબદલમાં હું કદાચ મારો નંબર ગુમાવી બેઠો છું.’ જ્યારે એક પ્રશંસકે લખ્યું કે,‘નવા પસંદગીકાર નિશ્ચિત રીતે તમને મોટા મેચ માટે બચાવીને રાખવા માંગે છે.’

જેનો જવાબ આપતા સ્ટેને ભારતીય કેપ્ટન કોહલીથી માફી માંગતા લખ્યું કે,‘વિરાટથી માફી સાથે લાખો પ્રશંસકોથી પણ.’ ઉલ્લેખનીય છે કે સ્ટેને આ પહેલા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. પરંતુ સમિતિ ઓવરની મેચ માટે પોતાની ઉપસ્થિતિ બતાવી છે. સ્ટેને સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી 44 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા છે. જેમાં 17.50ની એવરેજ અને 6.79 ની ઇકોનોમીથી કુલ 61 વિકેટ લીધા છે. જેમા તેને બે વાર 4 વિકેટ લીધા છે. ઉપરાંત 93 ટેસ્ટમાં 439 વિકેટ અને 125 વનડેમાં 196 વિકેટ ઝડપ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતની મહિલાઓ PM મોદીને મોકલશે રાખડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન