આફ્રિકાને 118 રનોથી હરાવી ઓસ્ટ્રેલિયાએ જીતી પ્રથમ ટેસ્ટ, મિચેલ સ્ટાર્ક બન્યો મેન ઓફ ધ મેચ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આફ્રિકાને 118 રનોથી હરાવી ઓસ્ટ્રેલિયાએ જીતી પ્રથમ ટેસ્ટ, મિચેલ સ્ટાર્ક બન્યો મેન ઓફ ધ મેચ

આફ્રિકાને 118 રનોથી હરાવી ઓસ્ટ્રેલિયાએ જીતી પ્રથમ ટેસ્ટ, મિચેલ સ્ટાર્ક બન્યો મેન ઓફ ધ મેચ

 | 8:40 pm IST

ઓસ્ટ્રેલિયાએ અહીં યોજાયેલી સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 118 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે આફ્રિકાએ ચાર ટેસ્ટની સિરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ 417 રનના જંગી લક્ષ્યાંક સામે મેચના ચોથા દિવસે નવ વિકેટ 293 રન બનાવ્યા હતા ત્યારે જ ઓસ્ટ્રેલિયાની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.

મેચના અંતિમ દિવસે આફ્રિકાએ વધુ પાંચ રન બનાવ્યા ત્યારે હેઝલવૂડે ડી કોકને આઉટ કરી ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો હતો. મોર્કેલ ત્રણ રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજી ઇનિંગમાં મિચેલ સ્ટાર્કે ચાર અને જોશ હેઝલવૂડે ત્રણ વિકેટ ઝડપી હતી.

પેટ કમિન્સ અને મિચેલ માર્શને 1-1 વિકેટ મળી હતી. સ્ટાર્કે પ્રથમ ઇનિંગમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી જેને કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 417 રનના લક્ષ્યાંક સામે આફ્રિકાએ 49 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ એડન માર્કરામે 143 રન અને ડી કોકે 81 રન બનાવતાં ટીમ 298 રન સુધી પહોંચી શકી હતી. બંને વચ્ચે બીજી ટેસ્ટ મેચ નવમી માર્ચથી પોર્ટ એલિઝાબેથ ખાતે યોજાશે.

ડી કોક-વોર્નર વચ્ચે ચકમક ઝરી
પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ટી-બ્રેક દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર અને સાઉથ આફ્રિકાના વિકેટકીપર ડી કોક વચ્ચે ચકમક ઝરી હતી. આ મામલે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ડી કોક સાથે ચડભડ કરી રહેલા વોર્નરને રોકતાં જોવા મળ્યા હતા. ઉસ્માન ખ્વાજા વોર્નરને ડ્રેસિંગ રૂમમાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને ટીમ પેઇન પણ વોર્નરને શાંત કરવાનો પ્રયાસ કરે છે. દરમિયાન ઓસી. કેપ્ટન સ્મિથ વોર્નરને ડી કોકથી દૂર લઈ જાય છે. આ સમગ્ર ઘટના પર ફિલ્ડ અમ્પાયર અને મેચ રેફરી નિર્ણય લેશે.

લાયન પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારાયો
મેચના ચોથા દિવસે માર્કરામે સ્ક્વેર લેગમાં બોલ માર્યો ત્યારે ડી વિલિયર્સે એક રન માટે કહ્યું હતું પરંતુ માર્કરામ દોડયો નહોતો આથી ડી વિલિયર્સને પરત ફરવું પડયું હતું પરંતુ તે ક્રિઝ પર પહોંચે તે પહેલાં વોર્નરનો થ્રો લિયોન પાસે પહોંચી ગયો હતો અને ડી વિલિયર્સ રનઆઉટ થયો હતો. તે પછી નાથન લાયને વિકેટ મેળવવાની ખુશીમાં બોલને જમીન પર પડેલા ડી વિલિયર્સ તરફ નાખી હતી. આથી લાયનને આઇસીસીના લેવલ વનના ઉલ્લંઘનનો દોષિત ગણતી 50 ટકા મેચ ફીનો દંડ અને બે ડીમેરિટ પોઇન્ટ આપ્યા હતા.