Saamana Praises Jaya Bachchan Over Kangana Ranaut Case
  • Home
  • Entertainment
  • Bollywood
  • જયા-કંગનાના વિવાદમાં કૂદી પડ્યું શિવસેના, ગંદકી ખાઈને ગંદી વાતો કરતાં લોકોનું મોઢું સુંઘવું જોઈએ

જયા-કંગનાના વિવાદમાં કૂદી પડ્યું શિવસેના, ગંદકી ખાઈને ગંદી વાતો કરતાં લોકોનું મોઢું સુંઘવું જોઈએ

 | 10:51 am IST

શિવસેનાના મુખપત્ર સામાનામાં ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચનના વખાણ કરવામાં આવ્યા છે. જે રીતે તેઓએ બેબાકીથી કહ્યું કે, હાલના સમયમાં બોલિવૂડને બદનામ કરવામાં આવે છે તે અંગે સામનામાં લખાયું કે, હિન્દુસ્તાનનું સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મળ નથ, એવો દાવો કોઈ નહીં કરે. પણ જેમ કે થોડા ટીનપાટ કલાકારો દાવો કરે છે સિનેજગત ગટર છે, એમ પણ કહી શકાતું નથી.

આ ઉપરાંત લખાયું કે, શ્રીમતી જયા બચ્ચને સંસદમાં પણ આ પીડાને વ્યક્ત કરી છે. જે લોકોએ સિનેમા જગતથી નામ-પૈસા બધું કમાયું. હવે તેઓ આ ક્ષેત્રને ગટરની ઉપમા આપી રહ્યા છે. હું તેનાથી સહમત નથી. શ્રીમતી જયા બચ્ચનનાં આ વિચાર જેટલાં મહત્વપુર્ણ છે, એટલાં જ બેબાક પણ છે. એ લોકો કે જે થાળીમાં ખાઈ છે, તેમાં જ છેદ કરે છે. આવાં લોકો પર જયા બચ્ચને હુમલો કર્યો હતો. શ્રીમતી બચ્ચન પોતાના સત્ય બોલવા અને બેબાકી માટે પ્રસિદ્ધ છે. તેઓએ પોતાના સામાજિક અને રાજનીતિક વિચારોને ક્યારેય પણ સંતાડીને રાખ્યા નથી.

સામનામાં લખાયું છે કે જયા બચ્ચને મહિલાઓ પર અત્યાચારના સંદર્ભમાં સંસદમાં ખુબ જ ભાવુક થઈને અવાજ ઉઠાવ્યો છે. એવા સમયે જ્યારે સિનેજગતની બદનામી અને ધોલાઈ શરૂ છે, ક્યારેક તાંડવ મચાવનાર સારા એવાં પાંડવ પણ મોઢું બંધ કરીને બેઠાં છે. માનો કે કોઈ અજ્ઞાત આતંકવાદના છાયડામાં જીવી રહ્યા છીએ અને કોઈ તેઓને તેમના વ્યવહાર અને બોલવા માટે પરદાની પાછળથી નિયંત્રિત કરી રહ્યા છે.

સામના લખાયું કે, પડદા પર વીરતા અને લડાકૂ ભૂમિકા નિભાવી વાહવાહી પ્રાપ્ત કરનાર દરેક પ્રકારનાં કલાકાર મન અને વિચારો પર તાળાં લગાવીને પડેલાં છે. તેવામાં શ્રીમતી બચ્ચનની વીજળી કડકડાઈ છે. મનોરંજન ઉદ્યોગ રોજ પાંચ લાખ લોકોને રોજગાર આપે છે. હાલ અર્થવ્યવસ્થા ધ્વસ્ત થઈ ચૂકી છે અને જ્યારે લાઈટ, કેમેરા અને એક્શન બંધ છે. લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓથી હટાવીને બોલિવૂડને સોશિયલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહ્યા છે. એવું જયા બચ્ચને કહ્યું છે. અમુક અભિનેતા-અભિનેત્રીઓ જ આખું બોલિવૂડ નથી. પણ તેમાં અમુક લોકો જે અનિયંત્રિત વક્તવ્ય આપી રહ્યા છે, તે બધું ઘૃણાસ્પદ છે.

બોક્સ ઓફિસને સતત ચાલતી રાખવા માટે આમિર, શાહરૂખ અને સલમાન જેવા ખાન લોકોની પણ મદદ થઈ છે. આ તમામ લોકો ફક્ત ગટરમાં પડ્યા રહેતા હતા અને ડ્રગ્સ લેતા હતા, તેવો દાવો જો કોઈ કરી રહ્યું છે તો આવી બકવાસ કરનારાઓનું મોઢું પહેલાં સુંઘવું જોઈએ. પોચે ગંદગી ખાઈને બીજાના મોઢાંને ગંદા બતાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વિકૃતિ પર જયા બચ્ચને હુમલો કર્યો છે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટથી ચિંતાજનક સમાચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન