Saayoni Ghosh accused Tathagata Roy filed FIR of hurting Hindu sentiments
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વધુ એક અભિનેત્રી વિવાદમાં ઘેરાઇ, BJPના વરિષ્ઠ નેતાએ લગાવ્યા મસમોટા આરોપ અને નોંધાવી FIR

વધુ એક અભિનેત્રી વિવાદમાં ઘેરાઇ, BJPના વરિષ્ઠ નેતાએ લગાવ્યા મસમોટા આરોપ અને નોંધાવી FIR

 | 2:34 pm IST
  • Share

ભાજપના વરિષ્ઠ નેતા  (BJP leader) અને પૂર્વ મેઘાલયના રાજ્યપાલ તથાગત રોયે(Tathagata Roy) બંગાળી અભિનેત્રી સાયોની ઘોષ (Saayoni Ghosh) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખરેખર, સાયોનીએ ટ્વિટર પર એક મીમ શેર કર્યું હતું. જેના પછી તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયોની ઘોષ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ મીમથી હિન્દુઓની લાગણી દુભાય છે.

સયોની ઘોષે દાવો કર્યો છે કે મીમ ફેબ્રુઆરી 2015નું છે અને તેને તે શેર કર્યો નથી, પરંતુ કોઇ અન્યએ મજાક કરી લાગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે.

તથાગત રોયે આ નિવેદન આપ્યું છે

તથાગત રોયે કહ્યું, ‘તમે ભારતીય દંડ સંહિતાની કલમ 295A હેઠળ ગુનો કર્યો છે, હવે પરિણામ ભોગવવા તૈયાર થાઓ.’ ઘોષે ટ્વિટર પર કહ્યું, ‘આ પોસ્ટ ફેબ્રુઆરી 2015 ની છે, જે મારા ધ્યાનમાં આવી છે, જે ખૂબ જ અપ્રિય છે.’

સાયોનીનું એકાઉન્ટ હેક થઈ ગયું હતું

સયોની ઘોષે કહ્યું કે તે 2010 માં ટ્વિટર પર આવી હતી અને થોડા સમય પછી તેણે ટ્વિટરનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને બાદમાં તેને ખબર પડી કે તેનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે કહ્યું કે તે ફક્ત 2017 પછી જ તેનું એકાઉન્ટ પાછું મેળવી શકી.

સાયોનીએ પોસ્ટ ડિલીટ કરી

સયોની ઘોષે કહ્યું, ‘મોટાભાગની પોસ્ટ્સ કાઢી નાખવામાં આવી હતી, પરંતુ કેટલીક બિન-આવશ્યક પોસ્ટ્સ અમારાથી બાકી રહી ગઇ હતી.

આ પણ જુઓ : રાજકોટના ગોંડલમાં ટોલબૂથ પર મારામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન