NIFTY 10,157.25 +60.85  |  SENSEX 32,398.64 +216.42  |  USD 64.9350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિશે હવે સંવિધાનિક પીઠ કરશે વિચાર

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ વિશે હવે સંવિધાનિક પીઠ કરશે વિચાર

 | 12:27 pm IST

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલી રોક મામલે આજે સુનવણી કરતા સુપ્રિમ કોર્ટે કેસ સંવિધાનિક બેન્ચને સોંપી દીધો છે. સુપ્રિમ કોર્ટ દ્વારા પૂછવામાં આવેલા અનેક સવાલો પર સંવિધાન પીઠને વિચાર કરવો પડશે. જેમાં આ સવાલ પણ સામેલ છે કે, શું મંદિર મહિલાઓનો પ્રવેશ રોકી શકે છે.

ગત 1500 વર્ષોથી આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. જેને લઈને રાજ્યમાં અસમાનતા મામલે આંદોલન ચાલી રહ્યુ છે. તેમજ મંદિરમાં પૂજાપાઠનો હક મેળવવા માટે મહિલા સંગઠનોએ સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. વર્ષ 1990માં કેરળ હાઈકોર્ટે પરંપરાઓનો હવાલો આપીને પ્રવેશ સંબંધી અરજીને નકારી કાઢી હતી. ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડની દલીલ છે કે, ભગવાન અયપ્પા, જે નખશીખ બ્રહ્મચારી છે, તેથી 10થી 50 વર્ષના ઉંમરની મહિલાઓને મંદિરમાં જવા ન દઈ શકાય.

બોર્ડનું કહેવું છે કે, ઉંમરના કોઈ પણ પડાવમાં મહિલાઓ રાજસ્વલા હોય છે, તેથી તેમના પ્રવેશથી બ્રહ્મચારી ભગવાન અયપ્પાની મર્યાદા ભંગ થઈ જશે. આ પહેલા મહિલાઓ શનિ શિંગણાપુર અને હાજી અલી દરગાહમાં પ્રવેશ મેળવવાની લડાઈ જીતી ચૂકી છે.