Sabarimala Temple Portals Open, Trupti Desai Holed Up At Kochi Airport
  • Home
  • Featured
  • સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા પણ તૃપ્તિ દેસાઈએ વિલા મોંએ પાછુ ફરવું પડ્યું

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા પણ તૃપ્તિ દેસાઈએ વિલા મોંએ પાછુ ફરવું પડ્યું

 | 8:21 pm IST

કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ આજે સાંજે 5 વાગ્યે દર્શન માટે ખુલ્યા હતાં. હિંદુવાદી પ્રદર્શનકારીઓના ભારે વિરોધ વચ્ચે કેરળના ચર્ચિત સબરીમાલા મંદિરમાં દર્શન માટે પહોંચેલી સામાજીક કાર્યકરતા તૃપ્તિ દેસાઈ અને અન્ય છ મહિલાઓ ફરી એકવાર પંદિરમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી છે.

આ તમામે કેરળના કોચી એરપોર્ટ પરથી જ પુના પરત ફરવું પડશે. તૃપ્તિ અને તેની સાથે આવેલા ગૃપ વિરૂદ્ધ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના હજારો કાર્યકર્તાઓએ ભારે વિરોધ પ્રદર્શનો કરતા તૃપ્તિએ આ નિર્ણય લેવો પડ્યો હતો.

કેરલમાં આવેલા સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશવાની સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી છે. જ્યારે મંદિર સાથે સંકળાયેલા લોકો સહિતના કેટલાક રાજકીય અને સામાજીક સંગઠનો સુપ્રીમના આ નિર્ણયનો ભારે વિરોધ કરી રહ્યાં છે. વિરોધના પગલે મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે આજે સાંજે ખુલ્યા હતાં. જેને લઈને આજે સામાજીક કાર્યકર તૃપ્તિ દેસાઈ અને અન્ય 6 મહિલાઓના એક જુથે વિરોધ વચ્ચે પણ સબરીમાલા મંદિરમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી.

જેથી તૃપ્તિ દેસાઈ અને તેમનું ગ્રુપ લગભગ 4:45 વાગ્યે કોચી એરપોર્ટ પહોંચ્યું હતું. પરંતુ તેમના આવતાની સાથે જ ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓએ એરપોર્ટ પર વિરોધ પ્રદર્શનો યોજ્યા જેથી તૃપ્તિ દેસાઈ એરપોર્ટમાંથી બહાર ન નિકળી શક્યા.

તૃપ્તિ દેસાઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે લગભગ 100 જેટલા જ પ્રદર્શનકારીઓ હતા પરંતુ જોતજોતામાં જ આ સંખ્યા વધીને હજારોમાં પહોંચી ગઈ એન પદર્શંનકારીઓએ એરપોર્ટમાં પ્રવેશ કરવાના અને બહાર નિકળવાના એક તમામ ગેટ પર મોટી સંખ્યામાં જમા થઈ ગયાં. ભારે વિરોધને ધ્યાનમાં રાખતા પોલીસે તૃપ્તિ દેસાઈને અહીંથી પરત ફરવાની સલાહ આપી હતી.

ભાજપના પ્રવક્તા શોભા સુરેંદ્રને પણ કહ્યું હતું કે, અમે તૃપ્તિ દેસાઈને એરપોર્ટમાંથી બહાર નિકળવાની મંજૂરી નથી આપતા. તૃપ્તિ દેસાઈને અમારા કેરળના મુખ્યમંત્રી જેવા નાસ્તિકોનું સમર્થન છે જે એ જોવા ઉત્સુક છે કે એક મહિલા મંદિરમાં પ્રવેશ કરે.

પોલીસની અપીલ છતાંયે તૃપ્તિ ભગવાનના અયપ્પાના દર્શન કર્યા વગર પરત ફરવા તૈયાર જ નહોતી. પરંતુ આખરે તૃપ્તિએ વહેલી સાંજે એરપોર્ટ પરથી જ પુણે પરત ફરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. એરપોર્ટ પહોંચતા પહેલા તૃપ્તિ દેસાઈએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનને સુરક્ષા પુરી પાડવાનો આગ્રહ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન