Sabarkantha Himmatnagar In Tiger Seen In Gujarat, Social Media Video Viral
  • Home
  • Featured
  • હિંમતનગરમાં ફરીથી વાઘ દેખાયો હોવાનો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં આવીને શરૂ કરી તપાસ

હિંમતનગરમાં ફરીથી વાઘ દેખાયો હોવાનો વીડિયો વાયરલ, વન વિભાગ હરકતમાં આવીને શરૂ કરી તપાસ

 | 12:38 pm IST

રાજ્યમાં ફરીથી એકવાર વાઘ દેખાયા હોવાની વાત સામે આવી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં વાઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હિંમતનગરના હુંજ ગામમાં ચઢાણવાળા વિસ્તારના નામે વીડિયો વાયરલ થયો છે. વાઘનો વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવી ગયું છે. પરંતુ વાયરલ વીડિયો અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતા વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ગ્રામજાનોમાં ભારે ફફડાટ ફેલાયેલો છે. વાઘનો વીડિયો વાયરલ તથા વન વિભાગ ચકરે ચઢયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો હુંજ વિસ્તારનો હોવાનો કોઈ પુષ્ટિ કરાઈ નથી. જિલ્લામાં કોઈ વાઘ નથી તો આ વીડિયો ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય બન્યો છે.

મહત્વનું છે કે, પંદરેક દિવસ પહેલા વાઘણ અને તેનુ બચ્ચુ ઇડર વિસ્તારમાં દેખાયાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, આ વાયરલ વીડિયોની પુષ્ટિ અમે કરતા નથી. તો બીજી તરફ ઇડરના વસાઇ અને‌ જુમસરમાં પણ વાઘ જોવા મળ્યાની લોક મુખે ચર્ચાઓ થઇ રહી છે. ઇડરના‌ જીવદયા પ્રેમીઓએ પણ આ વિસ્તારમાં વાઘ‌ હોવાની પુષ્ટિ કરી છે. માદા વાઘણ અને તેનુ બચ્ચુ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ અંગે ડીએફઓએ જણાવ્યું કે, વીડિયોમાં જ્યાં વાઘ દેખાઇ રહ્યો છે તે સ્થળ પર કેમેરા લગાવવામાં આવશે. અમે હાલમાં જ્યાં વાઘ દેખાયો તે સ્થળની આસપાસ છીએ. થોડા વર્ષો પહેલા અહીં વાઘ દેખાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન