Sabarkantha: Misdemeanor after friendship with a Class 10 student
  • Home
  • Gujarat
  • સાબરકાંઠા: ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ

સાબરકાંઠા: ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ

 | 7:18 pm IST

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની દલિત સમાજની યુવતીને તેના જ ગામના તેના ફળીયામાં રહેતા યુવકે અભ્યાસ દરમ્યાન મિત્રતા પ્રેમ સબંધમાં પરિણમ્યા બાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ ધાક ધમકીઓ આપી દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ યુવતીએ પ્રાંતિજ પોલીસ મથકે નોધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામના શ્રાીધર દિલીપભાઈ વણકર તેના જ ફળીયામાં રહેતી અને ધો.10 થી સાથે અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ આ મિત્રતા પ્રેમ સબંધમાં ફેરવાઈ જતાં યુવકે યુવતીને લગ્નની લાલચ આપી બેરણાના હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા લઈ ગયા બાદ હિંમતનગરની હોટલ આશીષ અને તુલસીમાં સમયાંતરે લઈ જઈ દુષ્કર્મ ગુજારી ઘટનાની જાણ કોઈને પણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ અને તારા ફોટા ઈન્ટરનેટ ઉપર વાઈરલ કરી દેવાની ધમકીઓ આપી યુવક યુવતીના ઘરે પહોચી જઈ ઉપર મુજબની ધાક ધમકીઓ આપી ગત તા.29-8-2019 રોજ પણ યુવતીના માતા-પિતાની ઘેર હાજરીમાં ઘરે પહોચી જઈ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો.

ત્યારબાદ યુવતીના ફોટા ઈન્ટરનેટ ઉપર વાઈરલ કરી દેવાની ધમકી આપતા યુવતીએ યુવકના ત્રાસથી તંગ આવી જઈ ફિનાઈલ પણ ગટગટાવી લીધું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.

યુવક શ્રીધરે દસ લાખ આપી સમાધાન કર્યાની અફવા ફેલાવી પરિવારની બદનામી કરતા આખરે યુવતીએ યુવક શ્રાીધર દિલીપભાઈ વણકર વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પ્રાંતિજ પોલીસે કલમ 376(2)504,506 મુજબ ગુનોં નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : મહિલાઓની પજવણીમાં અમદાવાદ રાજ્યમાં મોખરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન