Sabarmati, the fifth most polluted river in the country
  • Home
  • Ahmedabad
  • સ્વચ્છતા અભિયાનનાં ધજાગરા, સાબરમતી દેશની પાંચમા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી

સ્વચ્છતા અભિયાનનાં ધજાગરા, સાબરમતી દેશની પાંચમા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી

 | 6:07 pm IST

થોડા દિવસ પહેલા પર્યાવરણ વીકની ઉજવણીના ભાગરૂપે સાબરમતી નદી સ્વચ્છ કરવાનું અભિયાન ઉપાડ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંતી વિજય રૂપાણી મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેર અને નેતા અધિકારીઓ એ સ્વચ્છતાના નામ પર કચરો સાફ કરતા જોયા હતા. આ સ્વચ્છતા અભિયાન ફક્ત ફોટોગ્રાફી અભિયાન જ બની રહ્યું. કારણ કે, અમદાવાદ શહેરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદી દેશની પાંચમા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી છે.

અમદાવાદની સાબરમતી નદીના હાલ ખુબજ બદતર થઇ ચુક્યા છે. ઠેર ઠેર કચરાના ઢગલા અને લોકોએ કરેલી ગંદકી નદીમાં પાણીથી વધુ લિલનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સાબરમતીમાં વધી રહેલા લિલને ઓછી કરવા માટે કોર્પોરેશન ત્રણ કરોડનું મશીન લાવ્યા હતા. આ મશીન પણ પાર્કિંગમાં ધૂળ ખાઈ રહ્યું છે. કોરોપોરેશનના અધિકારીઓ અને સાબરમતી રિવરફ્રન્ટ લિમિટેડના અધિકારીઓ ફક્ત ઓફિસમાં આરામ ફરમાવી રહ્યા છે. કોર્પોરેશનનું નદી સફાઈ અભિયાન બીજા પ્રોજેક્ટની જેમ જ નિષ્ફળ સાબિત થયું છે.

આ પણ જુઓ: મીડિયાના તીખા સવાલ સામે અધિકારીઓ ઉશ્કેરાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન