સોશિયલ મીડિયા પર ભારતીય નારીઓએ ઠાલવ્યો રોષ, કહ્યું સાડી પહેરતા ના આવડતી હોય તો... - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સોશિયલ મીડિયા પર ભારતીય નારીઓએ ઠાલવ્યો રોષ, કહ્યું સાડી પહેરતા ના આવડતી હોય તો…

સોશિયલ મીડિયા પર ભારતીય નારીઓએ ઠાલવ્યો રોષ, કહ્યું સાડી પહેરતા ના આવડતી હોય તો…

 | 9:26 pm IST

દેશની પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર સવ્યસાચી મુખરજી હાલમાં સાડી પહેરવાને મુદ્દે ચર્ચામાં છે. સવ્યસાચીએ નવી પેઢીની મહિલાઓ પર ટીકા કરી છે. ભારતીય મહિલાઓ વેસ્ટર્ન કપડાંને વધારે પ્રાધાન્ય આપી રહી છે. જે સ્ત્રીને સાડી પહેરતાં આવડતી ન હોય એના માટે ખૂબ શરમની વાત છે, એવું સવ્યસાચીએ હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું. સવ્યસાચીની આ ટિપ્પણીને કારણે અનેક મહિલાઓ નારાજ થઈ હતી.

હાર્વર્ડ ઇન્ડિયા કોન્ફરન્સમાં ભારતીય વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં સવ્યસાચીને સાડી પહેરવામાં આવતી મુશ્કેલી બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં સવ્યસાચીએ જણાવ્યું હતું કે ‘મને એવું લાગે છે કે જો તમે એવું બોલો કે મને સાડી પહેરતાં નથી આવડતી તો તમારે માટે એ શરમ અનુભવવા જેવી વાત છે. સાડી એ ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે,’ એવું સવ્યસાચીએ જણાવ્યું હતું. વિશ્વમાં સુંદર પહેરામણી સાડી જ છે. સાડી એ ભારતીય મહિલાઓની ઓળખ છે, એવું પણ તેમણે જણાવ્યું હતું.

In 2002, I rented my first apartment. And moved in there with my tailors and pattern makers. It was all under a thousand square feet. It would become my home, my factory and my atelier! I hand-painted the walls in ‘Bengal Red’ with motifs of flora and fauna inspired by the tree of life! The horses back then did look like rabbits and one bird I am sure looked a bit like a nondescript reptile. Old habits die hard and so a better version of the tree of life makes a second appearance. In Coromandel Red – dextrously hand-painted by The Sabyasachi Art Foundation. #Sabyasachi #TheWorldOfSabyasachi #TheSabyasachiArtFoundation #DeepikaPadukone #AsianPaints #Nilaya #SabyasaschixAsianPaints #SabyasachiForNilaya @worldofnilaya @asianpaints @deepikapadukone

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

સાડી પહેરવાને મુદ્દે સવ્યસાચીએ કરેલા કથનને કારણે નારાજ મહિલાઓએ સોશિયલ મીડિયા પર સવ્યસાચી સામે રોષ ઠાલવીને તેની ટીકા કરી હતી. મહિલાઓ માટે બીજી બધી બાબતો નહીં, શું સાડી જ મહત્ત્વની છે? એવી ટ્વિટ એક મહિલાએ કરી હતી.

મહિલાઓ બિયર પીતી હોય તો તેની ટીકા થાય, જોરથી હસે તો ટીકા થાય, વધુ પડતું શિક્ષણ મેળવ્યું હોય તો ટીકા થાય અને હવે સાડી પહેરતા ન આવડે તો પણ ટીકા? એવું ટ્વિટ અન્ય એક મહિલાએ કર્યું હતું.

દરમિયાન પ્રસિદ્ધ કોમેડિયન તન્મય ભટ્ટે પણ સવ્યસાચીને ટ્રોલ કરતાં લખ્યું હતું કે તમે રૂ 80 હજારની સાડી વેચો છે એટલે અમુક યુવતીઓ સાડી પહેરતી નથી.