NIFTY 9,571.50 +61.75  |  SENSEX 30,966.64 +216.61  |  USD 64.5725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બે રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામા આવી ‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’

બે રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામા આવી ‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’

 | 11:15 am IST

ક્રિકેટનાં ભગવાન સચિન ટેન્ડુલકરની જિંદગી પર ફિલ્મ બનીને તૈયાર થઇ ગઇ છે. હવે ખબર આવી રહી છે કે, આ ફિલ્મને કેરળ અનમે છત્તિશગઢમાં ટેક્સ ફ્રી કરી દેવમાં આવી છે. તમને જણાવી દઇએ કે, ‘સચિન અ બિલિયન ડ્રીમ્સ’ 26 મેંના રોજ પદડા પર આવશે. ફિલ્મને બનાવવા અને સચિનની જિંદગી સાથે જોડાયેલ ઘણી વાતો હાલમાં સામે આવી રહી છે. જેની ખુબ ચર્ચા થઇ રહી છે. જેમ્સ અર્સકીને આ ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. એવુ બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મને પૂર્ણ કરવા માટે લગભગ સાડા ત્રણ વર્ષ સુધી કેમેરાથી સચિન ટેન્ડુલકરને ફોલો કરવામાં આવ્યો છે. સચિન જ્યાં પણ જતો સાડા ત્રણ વર્ષ સુધી કેમેરો તેની સાથે રહેતો હતો.

આ દરમિયાન 10 હજાર કલાકનાં વીડિયો ફૂટેઝ શોધવામાં આવ્યા. રવિ અને જેમ્સે આ ફિલ્મને બનાવવા માટેનાં આઇડિયાથી લઇ, પડદા પર લાવવા માટેની દરેક વસ્તુ પર વિચાર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ પાછળ સખત મહેનત કરવામાં આવી છે. અને 6 થી 8 મહિના તો માત્ર સચિન સાથે મુલાકાત કરવામાં જ પસાર થઇ ગયા હતા. રવિ ભાગચંદકાનાં 200 નોટ આઉટ પ્રોડક્શન હેઠળ આ ફિલ્મને બનાવવામાં આવી છે.

જેમ્સ અર્સકીને જણાવ્યુ કે, તેઓ પણ ક્રિકેટ રમતા હતાં. તેમને ક્રિકેટનો ખુબ શોખ છે. તેમને અલી જેવી ઘણી સ્પોર્ટસ ફિલ્મો જોઇ અને તેમને ત્યાંથી જ વિચાર આવ્યો કે, સચિન પર પણ એક આવી ફિલ્મ બનવી જોઇએ. તે આપણો રિયલ હિરો છે. સ્પોર્ટસમાં તેનાથી કોઇ મોટો ખેલાડી નથી. તેમને જણાવ્યુ કે, સચિનની કહાની ઘણા લોકો અને નવી પેઢી માટે આદર્શ છે. અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યુ ત્યારે કોઇ બાયોપિક ફિલ્મ આવી નહતી. સચિનની સ્ટોરીને મોટા ભાગે લોકો જાણે છે એટલા માટે આ ફિલ્મને તેમને એક એંગલથી ફિલ્માવી છે.

1