સચિન છે આ દિગ્ગજ બ્રિટિશ સિંગરના ફેન, Twitter પર શેર કરી તસવીર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • સચિન છે આ દિગ્ગજ બ્રિટિશ સિંગરના ફેન, Twitter પર શેર કરી તસવીર

સચિન છે આ દિગ્ગજ બ્રિટિશ સિંગરના ફેન, Twitter પર શેર કરી તસવીર

 | 8:18 pm IST

સચિન તેંડૂલકરે પ્રસિદ્ધ પોપ સંગીત સમૂહ ‘બી ગીજ’ના સિંગર બેરી ગિબ સાથેની પોતાની પાછલી મુલાકાતને યાદ કરી હતી. રવિવારે સચિને ટ્વિટર પર ગિબ સાથે પોતાની મુલાકાતની એક તસવીર શેર કરી હતી. સચિને ટ્વિટર પર તસવીર સાથે લખ્યું કે, “જ્યારે હું માત્ર ચાર વર્ષનો હતો, ત્યારે સ્ટેઈન અલાઈવ નામનું સોંગ રિલિઝ થયું હતું, બેરી ગિબ તમારા ગીત હંમેશા મારા દિલને ટચ થતા રહ્યાં છે.”

ગિબ ‘બી ગીજ’ સમૂહના અંતિમ જીવિત સભ્ય છે. ‘બી ગીજ’ને 1960માં ગિબના ભાઈ રોબિન અને મોરિસે શરૂ કરી હતી. તેમને ‘સ્ટેઈન અલાઈવ’ ‘હાઉ ડીપ ઈઝ યોર લવ’ અને ‘ટ્રેજડી’ જેવા સફળ સોંગ આપ્યા છે.