Sachin Dixit proved to be Shivansh's father in FSL Report
  • Home
  • Featured
  • શિવાંશ કેસમાં ગાંધીનગર FSLએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ

શિવાંશ કેસમાં ગાંધીનગર FSLએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં ઘટસ્ફોટ

 | 1:26 pm IST
  • Share

  • ત્યજાયેલા બાળક અને સચિનના DNA મેચ થયા

  • સચિન દિક્ષીત જ શિવાંશના પિતા હોવાનું સાબિત થયું

  • ગાંધીનગર FSLએ પોલીસને રિપોર્ટ સોંપ્યો


ગાંધીનગરમાં પેથાપુર ગૌશાળામાં શિવાંશને ત્યજવાના કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. સચિન દિક્ષીત જ શિવાંશના પિતા હોવાનું સાબિત થયું છે. કારણ કે ત્યજાયેલા બાળક અને સચિનના DNA મેચ થયા છે. આ અંગે ગાંધીનગર FSLએ પોલીસને રિપોર્ટ સોંપ્યો છે.

ગઇકાલે પોલીસે દોઢ કલાક સુધી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું

રાજ્યભરમાં ચકચાર જગાવનારા વડોદરા શહેરના મહેંદી મર્ડર કેસમાં પોલીસ આરોપી પતિ સચિન દીક્ષિતને લઇને ગઇકાલે દર્શનમ ઓએસિસના ફ્લેટ નં. G-102માં પહોંચી હતી, જ્યાં પોલીસે દોઢ કલાક સુધી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આ પહેલાં વડોદરા પોલીસ દ્વારા ગુરુવારે સાંજે ટ્રાન્સફર વોરંટથી આરોપી સચિન દીક્ષિતને વડોદરા લવાયો હતો. વડોદરા કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બાપોદ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે.

સચિન અને મહેંદી વચ્ચે યુપી જવા બાબતે થયો હતો ઝઘડો

સચિનને યુપીના ઝાંસી ખાતે પ્રસંગમાં હાજરી આપવા જવાનું હોવાથી બંને વચ્ચે ઝાંસી જવાના મુદ્દે ઝઘડો થયો હતો, જેમાં મહેંદીએ સચિનને ઝાંસી જવાની ના પાડી દીધી હતી અને તું જતો રહીશ તો મારું શું થશે, એમ કહી તેણે વિરોધ કર્યો હતો. મહેંદીએ સચિનને કહ્યું હતું કે મને સાથે રાખો અથવા બાળકની જવાબદારી મારી એકલાની નથી એ મુદ્દે ઝઘડો થયો હતો. ગઇ 8 તારીખે પણ બંને વચ્ચે ઝઘડો થયા બાદ ઝપાઝપી થઇ હતી, જેમાં ઉશ્કેરાયેલા સચિને મહેંદીનું ગળું દબાવી હત્યા કરી હતી. એ પછી મહેંદીની લાશને સૂટકેસમાં પેક કરીને રસોડામાં સિલિન્ડર મૂકવાના ભાગે બેગ મૂકી દીધી હતી. ત્યાર બાદ બાળક શિવાંશને લઇને તેનાં માતા-પિતા પાસે ગાંધીનગર આવવા નીકળી ગયો હતો અને રાતના સુમારે પેથાપુર ગૌશાળા પાસે બાળકને મૂકી દઇ પોતાના ઘેર જતો રહ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો