Sachin Pilot Spoke On The Rajasthan Politics Crises
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાર્ટીથી નારાજ સચિન પાયલટે કહ્યું- મામલો થાળે પડી ગયો છે, ભવિષ્ય વિશે વધાર્યું સસ્પેન્સ

પાર્ટીથી નારાજ સચિન પાયલટે કહ્યું- મામલો થાળે પડી ગયો છે, ભવિષ્ય વિશે વધાર્યું સસ્પેન્સ

 | 4:49 pm IST

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત બાદ રાજસ્થાનના પૂર્વ ડેપ્યૂટી સીએમ સચિન પાયલટની વાપસી થઈ રહી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં શું મળશે, શું કરવું છે, એ પાર્ટીએ નક્કી કરવાનું કહ્યું છે. સચિન પાયલટે કહ્યું કે મુદ્દાઓ પર મતભેદ થાય છે અને હોવો પણ જોઇએ. હું સૌ સાથે વાત કરું છું. મે લોકોને ઘણા વાયદા કર્યા હતા, તેને પુરા કરવા છે. એક ઇન્ટરવ્યૂમાં સચિન પાયલટે આ વાતો કહી છે. જોકે ભવિષ્યમાં શું કરશે તેને લઇને સચિન પાયલટે પત્તા નથી ખોલ્યા.

રાત ગઈ સો બાત ગઈ

આગળની રણનીતિ શું હશે? તે વિશે સચિન પાયલટે કહ્યું કે, ભવિષ્યમાં શું થશે મને ખબર નથી. કૉંગ્રેસના મારા ઘણા સાથીઓએ કહી અથવા બોલી હશે, હું તેના પર ટિપ્પણી કરવા નથી ઇચ્છતો. આનો કોઈ મતલબ નથી. રાત ગઈ સો બાત ગઈ. હું આ તમામ વાતોનો જવાબ આપું, એ શોભા નથી આપતુ. સૌ મારા સાથી છે. જો કોઇએ મને સારો ખરાબ કહ્યો છે તો આ તેમની વિચારધારા હશે. રાજસ્થાનની રાજકીય ખેંચતાણ અને બીજેપીની ભૂમિકાના પ્રશ્ન પર પાયલટે કહ્યું કે જે વિરોધી પાર્ટી છે તે તકનો ફાયદો ઉઠાવે, આવું વિચારવું ખોટું નથી, પરંતુ અમે શરૂથી બોલી રહ્યા છીએ કે અમે પાર્ટીની અંદર રહીને મુદ્દાને ઉઠાવીશું. અમે કૉંગ્રેસી છીએ. ધારાસભ્યોએ પણ કહ્યું કે તેઓ પોતાની વાત રાખવા ઇચ્છે છે, પરંતુ આ દરમિયાન વિરોધી પાર્ટીએ એવા કામ કર્યા હશે કે આનો ફાયદો કઈ રીતે લઇ શકાય?

કેટલાક લોકો પાર્ટીને મુશ્કેલીમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે

અશોક ગેહલોત સાથે મતભેદ પર સચિન પાયલટે કહ્યું કે કેટલાક લોકો પાર્ટીને મુશ્કેલીમાં લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે, તો મને લાગ્યું કે વાત કરીને આનું નિરાકરણ લાવવું જોઇએ. આ મુદ્દો પેદા ક્યાંથી થયો. હું ડેપ્યૂટી સીએમ હતો, હું પ્રદેશ અધ્યક્ષ હતો. જો અમને દેશદ્રોહની કલમ હેઠળ નોટિસ મોકલવામાં આવશે તો અપમાનિત જેવું લાગે છે. હું પણ માણસ છું, પરંતુ આ મુદ્દાને અમે લોકોએ ઉઠાવ્યો. બીજી પાર્ટી જોઇન કરવાના પ્રશ્ન પર સચિન પાયલટે કહ્યું કે, અમે અમારી વાત રાખવા માટે દિલ્હી આવ્યા તો અમારી વિરુદ્ધ અનેક એક્શન લેવામાં આવી. સતત મુદ્દો વધતો ગયો.

ફરીથી ડેપ્યૂટી સીએમ બનવાને લઇ શું કહ્યું?

તેમણે કહ્યું કે, સમાધાનની કોઈ શક્યતા જોવા નહોતી મળી રહી, કેમકે અમે સૈદ્ધાંતિક મુદ્દો ઉઠાવ્યો અને વ્યક્તિગત હુમલા થયા, પરંતુ અમે પહેલા જ દિવસે આ વાત કહી હતી કે અમે કોઈ પાર્ટીમાં નથી જઈ રહ્યા. અમે અમારી પાર્ટીમાં રહીને અમારી વાત રાખીશું. પાયલટે કહ્યું કે, તે લોકો આવશે અને જશે, પરંતુ મારા માટે જનતા મહત્વપૂર્ણ છે. અમે જનતાની વચ્ચે વિશ્વાસ કેવી રીતે જળવાયેલો રહે તેના પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. ફરીથી ડેપ્યૂટી સીએમ બનવાના પ્રશ્ન પર પાયલટે કહ્યું કે, છેલ્લા 20 વર્ષથી હું જે પણ જવાબદારી આપવામાં આવી છે, તેને મે સંપૂર્ણ નિષ્ઠા અને ઈમાનદારીથી નીભાવી છે. પદ હોય કે ના હોય, પ્રદેશની જનતા પ્રત્યે પોતાની જવાબદારીનો નિભાવતો રહીશ. તેમણે કહ્યું કે, જે વાયદા અમે કરતા આવ્યા છીએ તેને પુરા કરવા અમારા બધાની પ્રાથમિકતા રહશે.

આ વિડીયો પણ જુઓ: આજે દેશમાં 6 લાખથી વધુ એક્ટિવ કેસ: PM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન