ક્રિકેટના ભગવાનની આવી સાદગી જોઈ તમને પણ થશે આશ્ચર્ય, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટના ભગવાનની આવી સાદગી જોઈ તમને પણ થશે આશ્ચર્ય, જુઓ વિડીયો

ક્રિકેટના ભગવાનની આવી સાદગી જોઈ તમને પણ થશે આશ્ચર્ય, જુઓ વિડીયો

 | 3:14 pm IST

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર હંમેશા પોતાના ચાહકોને ખુશ કરવા માટે કોઈ પણ પગલાં ભરતાં ખચકાટા નથી. હાલમાં માસ્ટર બ્લાસ્ટર ગલીમાં ક્રિકેટ રમતાં ભાગ્યેજ કોઈએ જોયા હશે. સોમવારે મુંબઈના રસ્તા પર સચિન બેટિંગ કરતાં જોવા મળ્યા તે પણ જાહેર રસ્તા પર જ્યાં નાના બાળકો ક્રિકેટ રમતાં હતા. ખાસ વાત એ હતી કે સચિન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમને પોતાની કાર રોકી નાના બાળકો સાથે ક્રિકેટની મજા માણી હતી.

સચિનનો આ વિડીયો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સચિને બેટિંગ કરવાની સાથે લોકોને કેટલીક ટિપ્સ પણ આપી હતી. એક ઓવર બેટિંગ કર્યા પછી સચિને લોકો સાથે ફોટો પણ પડાવ્યો અને તેમનો આભાર પણ માન્યો હતો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સચિન રસ્તા પર રમતાં બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતાં જે બાળકો મેટ્રોના કામ કરનાર કારીગરોના બાળકો હતા.