જુહી-સચિનના 8 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાનું કારણ જાણી થશે આશ્ચર્ય - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • જુહી-સચિનના 8 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાનું કારણ જાણી થશે આશ્ચર્ય

જુહી-સચિનના 8 વર્ષના લગ્નજીવનનો અંત, છૂટાછેડાનું કારણ જાણી થશે આશ્ચર્ય

 | 11:53 am IST

એકતા કપૂરની સીરિયલ કુમકુમથી દરેક ઘરમાં પ્રખ્યાત થયેલી જુહી પરમારના 8 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો છે. જુહી પરમારે ટીવી સ્ટાર સચિન શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. જુહી અને સચિને છૂટાછેડા માટે બાંદ્રા ફેમિલી કોર્ટમાં અરજી પણ કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ એકબીજાથી અલગ રહેતા હતા.

આ અંગે મળતી માહિતીનુસાર જુહી અને સચિન 1 વર્ષથી અલગ રહેતાં હતા અને હવે બંનેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો છે. મહત્વપૂર્ણ છે કે તેમની 4 વર્ષની દીકરી પણ છે જે હાલ જુહી પરમાર સાથે રહે છે. છૂટાછેડા પછી તેમની દીકરી સમાયરા કોની સાથે રહેશે તે નિર્ણય હવે કોર્ટમાં થશે. જુહી અને સચિન છૂટાછેડાનું કારણ જુહી પરમારનો સ્વભાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે જાણવા મળ્યાનુસાર જુહી પરમાર ખૂબ ઝડપથી અને નાની-નાની વાત પર ગુસ્સે થઈ જાય છે. આ કારણે બંનેના લગ્નજીવનમાં ખટરાગ રહેતો હતો. આ સમસ્યા એટલી વધી ગઈ હતી કે તેઓ છેલ્લા એક વર્ષથી એકબીજાથી અલગ રહેતા હતા.

મહત્વપૂર્ણ છે તે જુહી અને સચિને વર્ષ 2009માં જયપુરમાં લગ્ન કર્યા હતા. 5 મહિના સુધી એકબીજાને ડેટ કર્યા પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બે વર્ષના સુધી લગ્નજીવન બાદ 2011 પછીથી બંનેના સંબંધોમાં ઉતાર ચઢાવ શરૂ થયા હતા. પરંતુ દીકરી સમાયરાના જન્મ પછી તેમના સંબંધોમાં સુધારો થયો હતો. પરંતુ ત્યારબાદ છેલ્લા એકવર્ષથી તેમણે એકબીજાથી અલગ રહેવાની શરૂઆત કરી હતી. 1 વર્ષ અલગ રહ્યા બાદ બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કરી કોર્ટમાં અરજી કરી દીધી છે.